આ એક્ટ્રેસની સગાઈની સાડી પર લખેલી હતી પૂરી Love Story
સામંથા અક્કિનેની અને નાગા ચૈતન્યના લગ્નની દરેક ઈવેન્ટને ખૂબ જ ગ્રાન્ડ લેવલ પર પ્લાન કરવામાં આવી હતી. તેની ઝલક દુનિયાએ તસવીરો દ્વારા જાેઈ હતી. આ તકને ખાસ બનાવવામાં સાઉથના આ સ્ટાર્સે કોઈ જ કસર બાકી રાખી નહોતી. સામંથાએ તો સગાઈ માટે પણ એક એવી સાડી ડિઝાઈન કરાવી હતી. જેને જાેઈને દરેક લોકો મોંમાં આંગળા નાખી ગયા હતાં. આ સાડી ડિઝાઈન મામલે તો ઉત્કૃષ્ટ અને બેજાેડ હતી જ પરંતુ સાથે જ તેમાં ઈમોશન્સનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. જે ખૂબ જ સ્પેશ્યિલ હતાં.
આમ તો સૌથી મસ્ત ગોલ્ડન એમ્બ્રોઈડરીનું કામ હતું. હાથથી કરવામાં આવેલા આ ભરતકામમાં સાડીના પાલવ પર સામંથા અને નાગાની લવસ્ટોરી ક્રિએટ કરવામાં આવી હતી.
સામંથાની સગાઈની સાડી ડિઝાઈનર ક્રેશા બજાજે ડિઝાઈન કરી હતી. તેમણે આ ખાસ તક પર સફેદ અને ગોલ્ડન કલર પસંદ કર્યો હતો. આ સાડીને વચમાં પ્લેન રાખીને પલ્લું અને બોર્ડર પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું. સોનેરી દોરામાંથી કરવામાં આવેલું જરીકામ સાડીને રોયલ બનાવતી હતી.
જેમાં બન્નેની પહેલી ફિલ્મ, લગ્ન માટે પ્રપોઝ કરવાથી લઈને, પહેલી બાઈક રાઈડ અને કપલના લગ્નની ખાસ ક્ષણો તેમજ અક્કિનેની પરિવાર સાથે લગ્ન સમારોહની ખાસ ઝલકનો પણ સમાવેશ થાય છે. આ બારીક કામને કેટલી મહેનતથી કરવામાં આવ્યું તેનો અંદાજાે એક વિડીયોમાં સામંથાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શૅર કર્યો હતો. આમ તો સામંથાના બ્લાઉઝની વાત કરવામાં આવે તો તેને ઓફ શોલ્ડર એન્ડ સ્ટ્રેટ કટ નેકલાઈન ડિઝાઈનમાં સ્ટીચ કરવામાં આવી હતી. આ સમગ્ર રીતે ગોલ્ડન કલર હતો.
આમ તો તમને જણાવી દઈએ કે લગ્નના કપડાઓ પર પોતાની ખાસ યાદો કંડારવી તે ક્રેશા બજાજે પોતે જ શરૂ કર્યુ હતું. તેણે પોતાના લગ્ન માટે વેડિંગ ડ્રેસ જ્યારે તૈયાર કર્યો, તો તેના પર પોતાની લવ લાઈફની દરેક સ્પેશ્યિલ મોમેન્ટ્સને જગ્યા આપી હતી. જ્યારે તેની તસવીરો સામે આવી તો ડિઝાઈન હીટ થઈ અને ત્યારથી તેની માંગ વધવા લાગી હતી.