Western Times News

Gujarati News

આ કંપનીએ ટર્મ પ્લાનના પ્રીમિયમના દરમાં 15 ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સે એના ટર્મ પ્લાન – એબીએસએલઆઇ ડિજિશીલ્ડ પ્લાનના પ્રીમિયમના દરમાં 15 ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી

~કંપનીના સૌથી વધુ કસ્ટમાઇઝ કરી શકાય એવી ટર્મ પ્લાનમાં રૂ. 3 કરોડ સુધીની વીમાકૃત રકમ માટે પ્રીમિયમના અતિ સ્પર્ધાત્મક દર ઓફર કર્યા ~

મુંબઈ,આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ)ની જીવન વીમા પેટાકંપની આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ (એબીએસએલઆઇ)એ એબીએસએલઆઇ ડિજિશીલ્ડ પ્લાનમાં પ્રીમિયમના દરમાં 15 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જે એને ટર્મ વીમાના સેગમેન્ટમાં સૌથી સ્પર્ધાત્મક ઓફર પૈકીની એક બનાવે છે.

આ પ્લાન ગ્રાહકોની વિશિષ્ટ સુરક્ષાની જરૂરિયાતો પૂર્ણ કરે છે અને ચોક્કસ સુરક્ષાની જરૂરિયાતોને અનુકૂળ પર્સનલાઇઝ કરી શકાશે.

પરંપરાગત પ્લાન્સથી વિપરીત એબીએસએલઆઇ ડિજિશીલ્ડ પ્લાન ગ્રાહકને સર્વાઇવલ બેનિફિટ ઓપ્શન મારફતે 60 વર્ષની વયથી ગેરન્ટેડ રિકરિંગ આવક શરૂ કરવાની સુવિધા પણ આપે છે. ઉપરાંત આ પ્લાન પૂર્વનિર્ધારિત નિવૃત્તિની વયે વીમાકૃત રકમમાં ઘટાડો કરવાની વિશિષ્ટ સુવિધા પ્રદાન કરે છે, જે ગ્રાહકોને તેમની બાકી નીકળતી જવાબદારીઓ અને તેમના જીવનના તબક્કા મુજબ તેમના કવચને સુસંગત કરવાની છૂટ આપે છે.

એબીએસએલઆઇ ડિજિશીલ્ડ પ્લાન વ્યક્તિને વિવિધ પ્લાન ઓપ્શન ઓફર કરીને જીવનના વિવિધ તબક્કાઓની જુદી જુદી સુરક્ષાની જરૂરિયાતો પૂર્ણ કરવા, જોઇન્ટ લાઇફ પ્રોટેક્શન, ગંભીર બિમારીમાં કવચ તથા ગ્રાહકો અને તેમના પરિવારજનો માટે વિશિષ્ટ સુરક્ષા સમાધાન માટે રાઇડર ઉમેરવાની સુવિધા પણ ઓફર કરે છે.

એબીએસએલઆઇ ડિજિશીલ્ડ પ્લાનના પ્રીમિયમમાં ઘટાડા વિશે આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી કમલેશ રાવે કહ્યું હતું કે, “મહામારી અપેક્ષા કરતા વધારે લાંબો સમય ચાલી છે, જેના પગલે લોકો નાણાકીય ખેંચનો સામનો કરી રહ્યાં છે.

અમે અમારા ઉત્પાદનોમાં કિંમતમાં કોઈ પણ પ્રકારનો સુધારોવધારો કરતા અગાઉ મહામારીના અનુભવનું વિશ્લેષણ કર્યું છે. ટર્મ પ્લાન્સ માટેની માગમાં વધારો થવાની સાથે અમે અમારા ગ્રાહકોની બદલાતી નાણાકીય જરૂરિયાતોને અનુકૂળ હાયપર-પર્સનલાઇઝ ટર્મ પ્લાન એબીએસએલઆઇ ડિજિશીલ્ડ પ્લાન માટે પ્રીમિયમમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. અમે ગ્રાહકોને આ સંપૂર્ણ ટર્મ પ્લાનના પ્રીમિયમમાં ઘટાડો લાભ લેવા, તેમના માટે અને તેમના પરિવારજનોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા અપીલ કરીએ છીએ.”

આ પ્લાન ગ્રાહકની વિશિષ્ટ જરૂરિયાતો સંતોષવા પ્રીમિયમની ચુકવણીની વિવિધ મુદ્દતો, પોલિસીના વિવિધ ગાળા અને ડેથ બેનિફિટ પે-આઉટ વિકલ્પો પણ પ્રદાન કરે છે. આ સંપૂર્ણ પ્લાન જવાબદારીઓ ઘટાડે છે, પ્રિયજનોને સુરક્ષા પ્રદાન કરે છે તથા નિવૃત્તિ અને વારસાગત લક્ષ્યાંકોને ટેકો આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.