આ કંપનીનો ઉદ્દેશ ગામડાઓમાં આખું વર્ષ સ્વચ્છ પાણી પૂરું પાડવાનો
ગેલેક્સી સર્ફક્ટન્ટ્સે ઇએસજી સમિટ્સ એન્ડ એવોર્ડ્ઝ 2021 મેળવ્યો- “સ્વચ્છ પાણીની સુલભતા વધારવા શ્રેષ્ઠ ઇએસજી પહેલની એવોર્ડ કેટેગરી” અંતર્ગત ટોચનું સન્માન મળ્યું
મુંબઈ, 15 ડિસેમ્બર, 2021:સર્ફક્ટન્ટ્સ અને સ્પેશિયાલ્ટી કેર ઘટકોની ભારતની અગ્રણી ઉત્પાદક ગેલેક્સી સર્ફક્ટન્ટ્સને સ્વચ્છ પાણીની સુલભતા વધારવાની બેસ્ટ ઇએસજી પહેલ કેટેગરી અંતર્ગત ઇએસજી સમિટ એન્ડ એવોર્ડ્ઝ 2021 એનાયત થયો છે. આ સમિટનું આયોજન ઇએસજી હિતધારકોને તેમના ઇએસજી વિઝન, સ્ટ્રેટેજી અને રિપોર્ટિંગ વિકસાવવામાં મદદ કરવાના ઉદ્દેશ સાથે ટ્રાન્સફોર્મન્સ ફોરમ્સે કર્યું હતું.
ગેલેક્સી સર્ફક્ટન્ટ્સને સ્વચ્છ પાણીની સુલભતા વધારવામાં સતત પ્રદાન કરવા બદલ આ એવોર્ડ મળવા પર ગર્વ છે. તાજેતરમાં સમુદાયની સેવા કરવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી ‘સામાજિક ઉત્થાન’ પહેલના ભાગરૂપે ગેલેક્સી સર્ફક્ટન્ટ્સે મહારાષ્ટ્રમાં નાંદેડ જિલ્લામાં આઠ ગામડાઓમાં ડિ-સિલ્ટેડ પર્કોલેશન ટેંક આપી હતી. આ પ્રોજેક્ટ દ્વારા એનો ઉદ્દેશ ગામડાઓમાં આખું વર્ષ સ્વચ્છ પાણી પૂરું પાડવાનો હતો.
આ એવોર્ડ મળતાં ગેલેક્સી સર્ફક્ટન્ટ્સના સીઓઓ શ્રી કે નટરાજને કહ્યું હતું કે, “પાણીની દરેક બુંદના મૂલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે અમારા તમામ ઉત્પાદન એકમો અને કામગીરીઓમાં પાણી બચત કરીએ છીએ. પાણીનો ઉપયોગ ઘટાડવા માટે કડક લક્ષ્યાંકો સાથે અમે સુનિશ્ચિત કર્યું છે કે,
ભારતમાં અમારા ઉત્પાદનો એકમો મે, 2017થી ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ યુનિટ છે. ઉપરાંત ગેલેક્સીએ વિવિધ પ્રોજેક્ટ મારફતે 250 મિલિયન લિટર પાણીની કુલ બચત કરી છે. અમારો ઉદ્દેશ પાણીનો સકારાત્મક ઉપયોગ કરવાની સાથે એની સુરક્ષા કરવાનો છે તેમજ સમાજના વ્યાપક હિત માટે પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.”
આ સમિટ તમામ ઇએસજી હિતધારકો, સીએફઓ, સસ્ટેઇનેબિલિટી લીડર્સ, સીએમઓ, સીઇઓ, જનરલ કાઉન્સેલ અને ચીફ ઓડિટર માટે સહિયારું વિઝન, સ્ટ્રેટેજી અને તેમની ઇએસજી કામગીરીઓ માટે અભિગમ વિકસાવવા પરિવર્તનકારક બેઠક બની હતી. 200થી વધારે સહભાગીઓ વચ્ચે સસ્ટેઇનેબ્લ, ઓર્ગેનિક અને પર્યાવરણને અનુકૂળ કેમિકલ ફોર્મ્યુલેશન અને મિશ્રણો માટે દેશમાં અગ્રણી સ્પેશિયાલ્ટી કેમિકલ્સ કંપનીઓ પૈકીની એક તરીકે ગેલેક્સી સર્ફક્ટન્ટ્સને આ સન્માન મળ્યું હતું.
ટ્રાન્સફોર્મન્સ ફોરમ્સ દ્વારા કલ્પિત અને આયોજિત ઇએસજી સમિટ એન્ડ એવોર્ડ્ઝ 2021માં ઉદ્યોગમાંતી 25+ સ્પીકર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. આદિત્ય બિરલા ગ્રૂપના ગ્રૂપ હેડ, ગ્રૂપ એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ સુશ્રી પ્રજ્ઞા રામ અને ગોલા લિમિટેડના ઓટોમોબાઇલ કોર્પોરેશનના સ્વતંત્ર ડિરેક્ટર શ્રી નરેશ પિન્ગે એવોર્ડ માટે જ્યુરી મેમ્બર્સ હતાં.