આ કંપની આપી રહી છે, દિવાળી સેલમાં 500 ગ્રાહકો માટે 100 ટકા કેશબેકની ઓફર
બજારમાં ખેંચ વચ્ચે ક્રોમા સ્માર્ટફોન, પ્રીમિયમ અને ગેમિંગ લેપ્ટોપ્સ, ઓડિયો એક્સેસરીઝમાં માગમાં વધારો અનુભવે છે- ગ્રાહકો ઓટીટી પ્લેટફોર્મ્સ મારફતે મનોરંજન અને કન્ટેન્ટના વપરાશ માટે સ્માર્ટ ટીવીમાં અપગ્રેડ થઈ રહ્યાં છે
ક્રોમાએ ગ્રાહકોને તહેવારના ધસારા સલામત અને સુવિધાજનક વાતાવરણમાં ખરીદી માટેની સુવિધા આપવા એના દિવાળી સેલને વહેલા શરૂ કર્યો ક્રોમા એના સ્ટોર્સમાં 500 ગ્રાહકોને રૂ. 15,000 સુધી 100 ટકા કેશબેક આપે છે
મુંબઈ, વર્ષ 2021માં વર્ક ફ્રોમ હોમ ટ્રેન્ડ જળવાઈ રહેવાની સાથે તહેવારની આ સિઝનમાં ક્રોમાને ઉપભોક્તાઓ વચ્ચે ‘સ્માર્ટ’ ઉપકરણો માટે માગમાં વધારાની ધારણા છે. ગેજેટ્સ અને હોમ એપ્લાયન્સિસમાં દબાયેલી માગ છે, કારણ કે ઉપભોક્તાઓ તેમના ઘરોમાં વધારે સુવિધા અને ઉપયોગિતા ઊભી કરવા આતુર છે.
ક્રોમાનો ઉદ્દેશ ઉપભોક્તાઓને ખરીદીનું સલામત અને સુવિધાજનક વાતાવરણ પ્રદાન કરવાનો છે. તહેવારના દિવસોમાં પરંપરાગત ધસારાને ટાળવા કંપની ચાલુ વર્ષે 29 ઓક્ટોબરથી એનો દિવાળી સેલ શરૂ કરશે.
ક્રોમા દિવાળી સેલ એના રિટેલ સ્ટોર્સમાં 500 ભાગ્યશાળી ગ્રાહકોને રૂ. 15,000 સુધી 100 ટકા કેશબેક ઓફર કરે છે. વધારાના ફાયદા તરીકે ક્રોમા પસંદગીનાં બેંકિંગ પાર્ટનર્સ સાથે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર વધુ 10 ટકા તાત્કાલિક કેશબેક પણ ઓફર કરે છે.
ક્રોમા www.croma.com પર ટીવી, હોમ એપ્લાયન્સિસ અને ઓડિયો ઉત્પાદનો પર વધુ 5 ટકા તાત્કાલિક કેશબેક ઓફર કરે છે.
સ્માર્ટફોન્સ ઉપરાંત ટીવી દાયકાથી વધારે સમય માટે તહેવારની સિઝન દરમિયાન સાતત્યપૂર્ણ બેસ્ટસેલર છે, આ બંને કેટેગરીઓમાં ઝડપી ટેકનોલોજી પર મૂકે છે, કારણ કે ઉપભોક્તાઓ એલઇડી સ્ક્રીન્સ જેવી નવી ટેકનોલોજીઓ લાભ લેવા અને વેબ-આધારિત કન્ટેન્ટ જોવા શ્રેષ્ઠ સોફ્ટવેર ઇન્ટિગ્રેશન માટે આતુર છે. આ માગ પૂર્ણ કરવા ક્રોમાએ ક્રોમા ફાયર ટીવી પણ પ્રસ્તુત કર્યા છે, જે તમને વોઇસનો ઉપયોગ પ્લેટફોર્મ્સ પર સર્ચ કરવા તમને સુવિધા આપશે.
લેપ્ટોપ્સ વર્ષ 2011થી અત્યાર સુધી બેસ્ટ-સેલિંગ કેટેગરી તરીકે સાતત્યપૂર્ણ પર્ફોર્મર્સ છે, પણ મહામારી અને શ્રેષ્ઠ WFH અને લર્ન ફ્રોમ હોમ સોલ્યુશન્સ માટે માગમાં વધારો વર્ષ 2021માં લેપ્ટોપના વેચાણમાં વધારા તરફ દોરી જાય એવી અપેક્ષા છે. આ ઉપરાંત લોકો ઘરે મનોરંજનના વધારે વિકલ્પો ઇચ્છતાં હોવાથી ગેમિંગ કોન્સોલ્સની ગ્રાહકો વચ્ચે લોકપ્રિયતા વધી રહી છે.
એ જ રીતે વોશિંગ મશીનો જેવી સુવિધાજનક ઉપકરણોમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. અમે ઉપભોક્તાઓમાં લેટેસ્ટ 5G સ્માર્ટફોન્સની સ્વીકાર્યતામાં વૃદ્ધિ પણ જોઈ રહ્યાં છીએ. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે માગ-પુરવઠા વચ્ચે અસમાનતાને પગલે ઉપલબ્ધતાને અસર થઈ છે, ત્યારે ઉપભોક્તાઓને ક્રોમામાં વિવિધ કેટેગરીઓ અને પ્રાઇસ રેન્જમાંથી પસંદગી કરવાના પર્યાપ્ત વિકલ્પો મળે છે.
આ વિશે ક્રોમા ઇન્ફિનિટી-રિટેલ લિમિટેડના એમડી અને સીઇઓ અવિજિત મિત્રાએ કહ્યું હતું કે, “છેલ્લાં 18 મહિનામાં અમારા ઘરો આપણી જીવનશૈલી પર કેન્દ્રિત થયા છે. પરિણામે અમે તેમની લિવિંગ સ્પેસની ઉજવણી કરવા ઇચ્છતાં ગ્રાહકો પાસેથી ઊંચી માગ જોઈ રહ્યાં છીએ. વળી ગ્રાહકો સ્માર્ટર મનોરંજન ગેજેટ્સ અને ઇન્ટેલિજન્ટ હોમ એપ્લાયન્સિસ સાથે અપગ્રેડ થવા ઇચ્છે છે, જે ઘરમાં સુવિધા અને ઉત્પાદકતા વધારે છે.
સામાન્ય રીતે દિવાળીની ખરીદીનું આયોજન અગાઉથી થાય છે, પણ વાસ્તવિક ખરીદી ટૂંકા ગાળામાં કે પછી દિવાળી અગાઉના બેથી ત્રણ દિવસમાં થાય છે, જેથી ગ્રાહકો બિનજરૂરી ઉતાવળમાં ખરીદી કરે છે. અમારા તમામ ગ્રાહકો માટે સલામત અને સુવિધાજનક વાતાવરણ ઊભું કરવા અમે ચાલુ વર્ષે 29 ઓક્ટોબરથી દિવાળીની ઓફરો રજૂ કરવાનો અને પ્રમોશન કરવાનો નિર્ણય લીધો છે.”
‘ક્રોમા’ – ખરીદીનો સ્માર્ટ અનુભવ
બેસ્ટ સિલેક્શનઃ ‘ક્રોમા’ ઉપભોક્તાઓને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ડ્યુરેબલ્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના 16,000થી વધારે ઉત્પાદનોની બહોળી રેન્જ ઓફર કરે છે
ઉપયોગી સલાહ: ‘ક્રોમા’માં અમે તમને ખરીદી કરવામાં મદદરૂપ થઈએ છીએ! કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કેટેગરીમાં સતત પ્રગતિ કંપનીઓ (માર્કેટર્સ) અને ગ્રાહકો બંને માટે વિશિષ્ટ રીતે પડકારજનક છે અને આ પડકાર છે – ‘મોટી સંખ્યામાં પસંદગીનો અવકાશ.’ ગ્રાહકોને સુમાહિતગાર નિર્ણયો લેવામાં મદદરૂપ થવાના પ્રયાસમાં ‘ક્રોમા’ કુશળ વ્યવસાયિકો ધરાવે છે, જેમને વિસ્તૃત તાલીમ મળી છે તથા તેઓ સ્ટોરમાં ઉપલબ્ધ ઉત્પાદનો અને બ્રાન્ડ્સની ઊંડાણપૂર્વકની જાણકારી ધરાવે છે. એટલે તેઓ તેમને ઝડપથી ખાસિયતોના ફાયદાનું વિશ્લેષણ કરવા સક્ષમ બનાવે છે અને ગ્રાહકને તેમની જરૂરિયાતો પૂરી કરવા શ્રેષ્ઠ ઉત્પાદન પસંદગી કરવા સૂચનો કરે છે.
આજીવન ખાતરી: અમે તમારી ખરીદેલી ઉત્પાદન માટે આજીવન સેવા આપીશું એવી ખાતરી મળવાથી તમે ચિંતામુક્ત રીતે ખરીદી કરી શકો છો.