આ કંપની કોવિડથી મૃત્યુ પામેલા કર્મચારીઓને કોવિડ -19 સહાયતા પોલિસી હેઠળ એક વર્ષનો પગાર આપશે
ઓફશોર સ્ટાફિંગ ફર્મ એન્ટિગ્રિટીએ કોવિડ સહાયતા પોલિસી હેઠળ, કંપની કોવિડથી મૃત્યુ મામેલા કર્મચારીઓનાં બાળકોને સ્નાતક સ્તર સુધી શિક્ષણ સહાયતા પણ પ્રદાન કરશે.
ઓફશોર સ્ટાફિંગ કંપની, એન્ટિગ્રિટીએ તેમના કર્મચારીઓના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, પોતાનાં કર્મચારીઓ માટે નવી કોવિડ સહાયતા પોલિસીની ઘોષણા કરી છે. નવી પોલિસી હેઠળ, ઓફશોર સ્ટાફિંગ કંપની તે કર્મચારીઓના પરિવારોને બાર મહિનાનો પગાર આપશે જેમનું મૃત્યુ કોવિડનાં કારણે થયું છે.
કંપની તેમના બાળકોને સ્થાતક સ્તર સુધી શિક્ષણ સહાય પણ કરશે. ઉત્તર અમેરિકામાં સ્થિત એન્ટિગ્રિટી પ્રમુખ એકાઉન્ટિંગ અને ટેક્સ ફર્મો માટે એક પ્રમુખ ઓફશોર સ્ટાફિંગ સોલ્યુશન્સ પ્રદાતા છે. તેમની ઓફિસ ટેક્સાસની સુગર લેન્ડમાં છે. એન્ટિગ્રિટીની ભારતમાં પાંચ ઓફશોર ઓફિસ છે; તેમાંથી ત્રણ અમદાવાદમાં અને એક-એક મુંબઇ અને વડોદરામાં છે.
નવી પૉલિસી વિશે વધુ જાણકારી આપતા, એન્ટિગ્રિટી ગ્રુપના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી શાલિન પારિખે જણાવ્યું કે, “અમારા કર્મચારીઓ અમારી સંપત્તિ છે અને તેમનું હિત એ અમારી પ્રાથમિકતા છે. અમારી નવી કોવિડ સપોર્ટ પોલિસી તેમના પ્રતિ અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. નવી પોલિસી સાથે અમે અમારા કર્મચારીઓને અમારા સહયોગ આપીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે આ દુ: ખ અને અનિશ્ચિતતાના સમયમાં શોક પામેલા પરિવારના સભ્યો માટે રાહતનું કામ કરશે.
કોવિડ -19ની બીજી લહેર દરમિયાન પોતાનાં લોકોની મદદ કરવા માટે, એન્ટિગ્રિટી પોતાનાં તમામ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ગ્રુપ મેડિક્લેઇમ પોલિસીના માધ્યમથી હોસ્પિટલમાં દાખલ હોવાનાં ખર્ચનું ધ્યાન રાખી રહી છે. દર્દીઓ માટે ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને ઓફશોર સ્ટાફિંગ ફર્મ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદવા માટે પણ યોજના બનાવી રહી છે.
એન્ટિગ્રીટી કોવીડ પછી, વિશેષ રૂપથી માનસિક સ્વાસ્થ્ય માટે હેલ્થ કાઉન્સલીંગ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે. સામાજિક રુપથી જવાબદાર સંસ્થા હોવાને કારણે, એન્ટિગ્રિટી એ એપ્રિલ 2020માં સમાજના વંચિત વર્ગની સહાય માટે અન્નનું વિતરણ અભિયાન શરૂ કર્યું હતું.
ત્યારથી, કંપની બાંધકામ કામદારોને, કરાર કામદારોને , સડક વિક્રેતાઓ, રિક્ષા ચાલકો, ગાડી ખેંચતા, મજૂરો વગેરેના પરિવારોને ભોજન અને રાશન વિતરિત કરીને મદદ કરી રહી છે. હાલમાં, કંપનીએ પોતાનાં અન્ન વિતરણ અભિયાન હેઠળ તૌકતે વાવાઝોડા દરમિયાન પીડિતોને પણ પોતાનું સમર્થન આપ્યું હતું.