Western Times News

Gujarati News

આ કંપની રસીનો એક ડોઝ લેનારને એપ્લાયન્સિસની ખરીદી પર 6-મહિનાની એક્ષ્ટેન્ડેડ વોરન્ટી આપી રહી છે

ગોદરેજ એપ્લાયન્સિસે કોવિડ સામે ભારતની લડાઈને ટેકો આપ્યો, રસી મેળવનાર ગ્રાહકોને પ્રોત્સાહન આપીને લોકોને રસી લેવાનો ખચકાટ દૂર કરવા પ્રેરિત કર્યા

·         ભારતમાં કોવિડ રસીકરણ અભિયાનમાં કોલ્ડ ચેઇન પાર્ટનર ગોદરેજ એપ્લાયન્સિસે ભારતને રસી માટે અલ્ટ્રા લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી પૂરી પાડી

·         વધારે સલામતી અને સ્વાસ્થ્યની ખાતરી આપતા ડ્યુરેબલ્સ ઓફર કર્યા, જેમ કે કોવિડ-19 વાયરસ સામે 99.99 ટકાથી વધારે ડિસઇન્ફેક્શન પ્રદાન કરતું ભારતનું પ્રથમ વોશિંગ મશીન, વાયરસ ડિસઇન્ફેક્શન ખાસિયત ધરાવતા એર કન્ડિશનર્સ, કોવિડ 19 સામે સર્ફેસ ડિસઇન્ફેક્શન માટે યુવીસી ડિસઇન્ફેક્ટિંગ ડિવાઇઝ ગોદરેજ વાયરોશીલ્ડ

મુંબઈ, કોવિડ સામેની લડાઈમાં તથા આપણું, આપણા પરિવારજનોનું અને આપણા દેશને સલામત રાખવાનું સૌથી મોટું સુરક્ષાકવચ કે શસ્ત્ર છે – ઝડપથી રસીકરણ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધી ભારતે કોવિડ સામે રક્ષણ આપતી રસીના 27 કરોડથી વધારે ડોઝ આપ્યાં છે.

આ રીતે હજુ પણ કુલ વસ્તીના 5 ટકાથી ઓછા લોકોને રસી મળી છે. વાસ્તવિક સ્થિતિ રસી લેવામાં ખચકાટ સૌથી મહત્વપૂર્ણ પડકાર છે. જો ભારતને આ જીવલેણ વાયરસ સામેની લડાઈ જીતવી હોય, તો લોકોને રસીકરણ માટે પ્રેરિત કરવાની જરૂર છે.

ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે જાહેરાત કરી હતી કે, એના વ્યવસાય ગોદરેજ એપ્લાયિન્સિસે લોકોને રસી લેવા પ્રોત્સાહન આપવા નવીન અભિયાન શરૂ કર્યું છે. કંપનીએ કોવિડ-19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લેનાર ગ્રાહકો માટે તમામ ચેનલ્સમાં ગોદરેજ એપ્લાયન્સિસના તમામ ઉત્પાદનોની ખરીદી પર પ્રથમ પ્રકારની 6 મહિનાની એક્ષ્ટેન્ડેડ વોરિન્ટી ફ્રી આપવાની જાહેરાત કરી છે.

આની પાછળનો ઉદ્દેશ સકારાત્મકતા સાથે રસીકરણ સાથે લોકોને જોડવાનો તથા આપણા બૃહદ સમુદાય માટે ઉચિત ઉદાહરણ સ્થાપિત કરનાર લોકોને બિરદાવવાનો છે. આ ઓફર 22 ઓગસ્ટ, 2021 સુધી તમામ B2C ગોદરેજ એપ્લાયન્સિસ પર માન્ય છે.

રસી સંબંધિત ખચકાટના મુદ્દે પહ્મશ્રી રાષ્ટ્રપતિ એવોર્ડવિજેતા અને ડૉ. બી સી રૉય રાષ્ટ્રપતિ એવોર્ડવિજેતા, નેફ્રોનના ચેરમેન ડૉક્ટર પ્રોફેસર સંજીવ બગાઈએ કહ્યું હતું કે, “રસી લેવી સૌથી વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે આ વાયરસ સામે અતિજરૂરી સુરક્ષા પ્રદાન કરે છે. વાયરસ સામેની લડાઈમાં રસીકરણ મહત્વપૂર્ણ સુરક્ષાકવચ છે અને અમે દ્રઢપણે માનીએ છીએ કે, લોકોએ રસી લેવામાં ખચકાટ ન દાખવવો જોઈએ. આ માટે રસીકરણ વિશે લોકોમાં જાગૃતિ લાવવાની સાથે તેમની અંદર આત્મવિશ્વાસ અને વિશ્વાસ કેળવવો જરૂરી છે.”

આ પહેલ પર ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ કમલ નાંદીએ કહ્યું હતું કે, “જવાબદાર બ્રાન્ડ અને ભારતના રસીકરણ અભિયાનમાં કોલ્ડ ચેઇન ટેકનોલોજી પાર્ટનર તરીકે અમારું માનવું છે કે, કોવિડ-19 મહામારી સામે વિજય મેળવવા તમામ જરૂરી સાવચેતીઓ રાખવી અને વહેલામાં વહેલી તકે રસી લેવી એકમાત્ર માર્ગ છે.

જોકે આ અભિયાનમાં સૌથી મોટો અવરોધ રસી લેવામાં લોકોનો ખચકાટ છે અને અમે બહુ નજીકથી એને અનુભવ્યો છે. એટલે અમે વ્યવહારિક પગલું લેવાનો નિર્ણય કર્યો છે. પોતે રસી લઈને અને પોતાના પરિવારજનોને રસી લેવા માટે પ્રેરિત કરીને આ ખચકાટને દૂર કરનાર લોકો માટે અમે કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લેનાર ગ્રાહકોને અમારા કોઈ પણ B2C ઉત્પાદનની ખરીદ પર 6 મહિનાની એક્ષ્ટેન્ડે વોરન્ટી ફ્રી આપવાની સુવિધા પ્રસ્તુત કરી છે. અમારા ટ્રેડ પાર્ટનર્સ અને ગ્રાહકોને આ પહેલમાં અમે આવકારીએ છીએ. કોવિડ-19 સામે આ લડાઈમાં અમારું આ નાનું પગલું છે.#Let’sWinWithVaccination.”

દેશ પ્રત્યે પોતાની કટિબદ્ધતા માટે પ્રસિદ્ધ ભારતના અગ્રણી ઔદ્યોગિક જૂથ પૈકીના એક ગોદરેજ એન્ડ બૉય્સના બિઝનેસ ગોદરેજ એપ્લાયિન્સિસ ભારતીય ઉપભોક્તાની જરૂરિયાતો પૂર્ણ કરવા પ્રસ્તુત ટેકનોલોજીઓ પૂરી પાડવા હંમેશા આતુર રહે છે, ખાસ કરીને આ અનિશ્ચિતત સમયગાળા દરમિયાન. આ છેલ્લાં થોડાં સમયમાં બ્રાન્ડે પ્રસ્તુત કરેલી ઘણી ઓફરમાં જોવા મળે છે,

જેમાં ગોદરેજ એપ્લાયન્સિસે યોગ્ય તાપમાને કોવિડ રસીને જાળવવામાં મદદરૂપ થવા મેડિકલ રેફ્રિજરેટર્સ સાથે કોવિડ રસીકરણ અભિયાનામાં સક્રિય પ્રદાન કરવા કોવિડ-19 વાયરસ સામે 99.99 ટકાથી વધારે ડિસઇન્ફેક્શન પ્રદાન કરવા વોશિંગ મશીનની ભારતની પ્રથમ રેન્જ પ્રસ્તુત કરી હતી અને ફક્ત 2 મિનિટમાં કોવિડ-19 વાયરસ સામે 99.99 ટકા ડિસઇન્ફેક્શન આપતા ડિસઇન્ફેક્ટન્ટ ડિવાઇઝ ગોદરેજ વાયરોશિલ્ડ પ્રસ્તુત કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.