આ કંપની લાવી રહી છે, 100 ટકા ગાયના દૂધમાંથી બનેલા 4 ફ્લેવર્સમાં મિલ્કશેક
પરાગ મિલ્ક ફૂડ્સ લિમિટેડએ ગો મિલ્કશેક પ્રસ્તુત કર્યું – 10થી 15 ટકા બજારહિસ્સો હાંસલ કરવાનો ઉદ્દેશ
ઘટ્ટ અને સ્વાદિષ્ટ મિલ્કશેકની રેન્જની કિંમત 180 એમએલ માટે રૂ. 30 છે અને તમામ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે-ભારતમાં સૌથી મોટું બજાર 18.6 ટકા હિસ્સા સાથે મહારાષ્ટ્ર હતું. મહારાષ્ટ્ર પછી તમિલનાડ (15.5 ટકા), ઉત્તરપ્રદેશ (12.4 ટકા), દિલ્હી (8.9 ટકા) અને ગુજરાત (7.5 ટકા) છે.
મુંબઈ, ગોવર્ધન, ગો, પ્રાઇડ ઓફ કાઉસ અને અવતાર જેવા ભારતની મનપસંદ ડેરી ઉત્પાદનો બનાવતી પરાગ મિલ્ક ફૂડ્સ લિમિટેડએ વિવિધ મિલ્કશેકની રેન્જ – ગો મિલ્કશેક પ્રસ્તુત કરવાની સાથે એના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી હતી.
ગો મિલ્કશેક 100 ટકા ગાયના દૂધમાંથી બનેલા છે અને સ્ટ્રોબેરી, વેનિલા, ચોકલેટ અને કોફી ફ્લેવર્સમાં 180 એમએલના ટેટ્રા પેક્સમાં ઉપલબ્ધ છે. આ આસપાસના તાપમાને લાંબો સમય જળવાઈ રહે છે. ઘટ્ટ અને સ્વાદિષ્ટ મિલ્કશેકની કિંમત રૂ. 30 છે અને તમામ વિતરણ ચેનલ્સમાં ઉપલબ્ધ છે.
મિલ્કશેકની નવી રેન્જ બજારમાં ઉપલબ્ધ મિલ્કશેક કરતાં વધારે ઘટ્ટ અને સ્વાદિષ્ટ છે. આ બાળકો અને યુવાન પુખ્તો માટે સ્વસ્થ પીણાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
ઇએમઆરના ‘ઇન્ડિયા ફ્લેવર્ડ મિલ્ક માર્કેટ રિપોર્ટ એન્ડ ફોરકાસ્ટ 2021-2026’ ટાઇટલ ધરાવતા નવા રિપોર્ટ મુજબ, બજાર વર્ષ 2021થી વર્ષ 2016 વચ્ચે 24 ટકાના સીએજીઆર સાથે વૃદ્ધિ કરશે એવી ધારણા છે. આ વિકસતા બજારમાં કંપની માટે મોટી સંભાવના ઊભી કરશે. વર્ષ 2017માં ભારતમાં સૌથી મોટું બજાર 18.6 ટકા હિસ્સા સાથે મહારાષ્ટ્ર હતું. મહારાષ્ટ્ર પછી તમિલનાડ (15.5 ટકા), ઉત્તરપ્રદેશ (12.4 ટકા), દિલ્હી (8.9 ટકા) અને ગુજરાત (7.5 ટકા) છે.
આ અંગે પરાગ મિલ્ક ફૂડ્સના ચેરમેન શ્રી દેવેન્દ્ર શાહે કહ્યું હતું કે, “માતાપિતાઓ તેમના બાળકો માટે હંમેશા સ્વાસ્થ્ય માટે લાભદાયક ફૂડ અને બેવેરેજ વિકલ્પો શોધતા હોય છે, જે પોષક દ્રવ્યોથી ભરપૂર હોય અને સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય. ગો મિલ્કશેકની રેન્જ આધુનિક પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે,
જ્યાં ઘટ્ટ અને સ્વાદિષ્ટ પીણાની માગ છે. વળી આ પરિવારોમાં મિલ્કશેક બનતું નથી. ડ્રિન્ક ઓછામાં ઓછી કેલરી ધરાવે છે, જે બાળકો અને પુખ્તો બંનેને અપીલ કરે છે. આ સાથે અમારો ઉદ્દેશ 10થી 15 ટકા બજારહિસ્સો હાંસલ કરવાનો છે. અમારા દૂધની વિશિષ્ટ ગુણવત્તા સાથે અમને મિલ્કશેક ડ્રિન્કર્સને સ્વાદનો વિશિષ્ટ અનુભવ પ્રદાન કરવાની ખાતરી છે.”
પીએમએફએલ “ગાયના દૂધ”ની મુખ્ય ખાસિયત સાથે વિવિધ પ્રોડક્ટ ફોર્મેટમાં પથપ્રદર્શક છે તથા ચીઝ (આશરે 35 ટકા બજારહિસ્સા સાથે) અને ઘીમાં સારો એવો બજારહિસ્સો ધરાવે છે. જો બ્રાન્ડ એક તરફ મોટી સહકારી મંડળીઓ અને બીજી તરફ બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે શેલ્ફ સ્પેસ વધારી શકે, તો કંપની આ ખરેખર રસપ્રદ તબક્કો બની જશે.
ભવિષ્યના ગ્રાહકોને મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો (વ્હી પ્રોટિન, બ્રાન્ડેડ પનીર, દહીં વગેરે) સાથે મજબૂત સપ્લાય ચેઇન સાથે પીએમએફએલ દેશમાં સૌથી વધુ પસંદગીની ખાનગી ડેરી કંપની બનવાની પોઝિશનમાં છે.