Western Times News

Gujarati News

આ કંપની લોંચ કરી રહી છે, અત્યાધુનિક 500 કિમી સુધીની રેન્જવાળી પ્રથમ ઇલેક્ટ્રિક બસ

જ્યારે ટેકનોલોજી અને પેસેન્જરની સુવિધા પર ગ્રાહક-કેન્દ્રિત સુવિધાઓ ઓફર કરે છે, ત્યારે અદ્યતન અને ભવિષ્યલક્ષી છે

અદ્યતન લિથિયમ-આયન NMCકેમિસ્ટ્રી સાથે સજ્જ, જે સિંગલ ચાર્જમાં 300 કિલોમીટર સુધીની રેન્જ ઓફર કરે છે અને ડ્યુઅલ ગન ફાસ્ટ ચાર્જિંગ સાથે 500 કિલોમીટર સુધીની રેન્જ ઓફર કરે છે

ચેન્નાઈ, અદ્યતન કાર્બન ન્યૂટ્રલ ઇલેક્ટ્રિક બસ અને લાઇટ કમર્શિયલ વ્હિકલ કંપની સ્વિચ મોબિલિટી લિમિટેડ (‘સ્વિચ’)એ આજે ભારતીય બજાર માટે એનું અદ્યતન ઇલેક્ટ્રિક બસ પ્લેટફોર્મ ‘સ્વિચ EiV12’પ્રસ્તુત કર્યું હતું. 10 વર્ષના અનુભવને બળે આ અત્યાધુનિક ઇ-બસ ભારતમાં બસના વધતા સેગમેન્ટની જરૂરિયાત પૂરી કરશે.

બે વેરિઅન્ટ – EiV 12 લૉ ફ્લોર અને EiV 12 સ્ટાન્ડર્ડમાં ઉપલબ્ધ આ વિવિધતાસભર બસો શ્રેષ્ઠ વિશ્વસનિયતા, રેન્જ અને સુવિધાજનક સવારી ઓફર કરે છે. અત્યારે કંપની 600થી વધારે બસોની ઓર્ડર બુક ધરાવે છે.

LtoR-Mr.-Mahesh-Babu-Director-CEO-Switch-Mobility-India-COO-Switch-Mobility-Ltd-and-Mr.-Dheeraj-Hinduja-Chairman-Switch-Mobility-Ltd.-with-the-newly-launched-EiV

જ્યારે સ્વિચ EiV 12ની ખાસિયતો ટેકનોલોજી અને પેસેન્જરની સુવિધા પર ગ્રાહક-કેન્દ્રિતતા ઓફર કરે છે, ત્યારે આ વાહનો આધુનિક અને ભવિષ્યલક્ષી છે. EiV 12 ઉત્કૃષ્ટ ડ્રાઇવ પર્ફોર્મન્સ અને કાર્યદક્ષતા આપે છે, તથા પ્રોપ્રાઇટરી, કનેક્ટેડ ટેકનોલોજી સોલ્યુશન્સ, ‘સ્વિચiON’ ધરાવે છે,

જે રિમોટ, રિયલ-ટાઇમ ડાઇગ્નોસ્ટિક્સ અને મોનિટરિંગ સેવાઓ માટે સક્ષમ છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરનાં ડિજિટલ બેટરી મેનેજમેન્ટ ટૂલ્સ ધરાવે છે.EiV પ્લેટફોર્મનો ઇવી માળખું તાજેતરમાં પ્રસ્તુત થયેલી યુરોપિયન સ્વિચ e1 બસ સાથે સામાન્ય છે.

આ લોંચ પર સ્વિચ મોબિલિટી લિમિટેડના ચેરમેન શ્રી ધીરજ હિંદુજાએ કહ્યું હતું કે, “ભારતમાં અમારું પ્રથમ અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસ પ્લેટફોર્મ શરૂ કરવું સ્વિચ મોબિલિટી માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમે ઇલેક્ટ્રિક ઉત્પાદનોને ભારત, યુકે, યુરોપ અને દુનિયાના અન્ય ઘણા બજારોમાં વધારે સુલભ બનાવવાની આકાંક્ષા ધરાવીએ છીએ,

જેથી ઝડપથી વધતા ઝીરો કાર્બન મોબિલિટી ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરી શકાય. કમર્શિયલ વ્હિકલ બજારમાં હિંદુજા ગ્રૂપ અને અશોક લેલેન્ડના મજબૂત વારસા અને અસરકારક કુશળતા સાથે અમને ખાતરી છે કે, ઇલેક્ટ્રિક બસો અને ટૂંક સમયમાં પ્રસ્તુત થનાર ઇલેક્ટ્રિક લાઇટ વ્હિકલ્સની આ પ્રકારની વધારે ઓફર દ્વારા અમે આ પરિવર્તનશીલ બજારમાં મોખરે રહેવાનાં અમારા વિઝનને વેગ આપીશું.”

સ્વિચ મોબિલિટી ઇન્ડિયાના ડિરેક્ટર અને સીઇઓ, સ્વિચ મોબિલિટી લિમિટેડના સીઓઓ શ્રી મહેશ બાબુએ કહ્યું હતું કે, “મને ભારતમાં સ્વિચ EiV 12 પ્લેટફોર્મ પ્રસ્તુત કરવાની ખુશી છે, જે દુનિયામાં 50 મિલિયન ઇલેક્ટ્રિક કિમીના અનુભવ પર નિર્મિત છે.

પ્લેટફોર્મ શ્રેષ્ઠ કાર્યદક્ષતા, સલામતી અને વિશ્વસનિયતા પ્રદાન કરવા વિશિષ્ટ, અદ્યતન, આંતરરાષ્ટ્રીય ઇવી માળખું ધરાવે છે. આ પ્લેટફોર્મ પર ઉત્પાદનો ગ્રાહકને સંતોષકારક અનુભવ પ્રદાન કરવા અદ્યતન ટેકનોલોજી સાથે ડિઝાઇન કરેલું છે. હું દ્રઢપણે માનું છું કે, સ્વિચ iON કનેક્ટેડ વ્હિકલ પ્લેટફોર્મ અમારા કાફલાના ઓપરેટર્સને વિવિધ સોલ્યુશન ઓફર કરે છે, તેમના વ્યવસાયનું મૂલ્ય વધારે છે. અમારી ટીમ નજીકના ભવિષ્યમાં સ્વિચ ઇલેક્ટ્રિક ઇન્ટેલિજન્ટ વ્હિકલ (EiV)ના ભાગરૂપે વિવિધ ઉત્પાદનો પ્રસ્તુત કરવા સક્રિય છે.’’

સ્વિચ EiVરેન્જની બસો ઇન્ટ્રા-સિટી, ઇન્ટર-સિટી, સ્ટાફ, સ્કૂલ અને ટર્માક જેવી ગ્રાહકની વિવિધ કામગીરીની જરૂરિયાતો પૂર્ણ કરવા વિશિષ્ટ રીતે કન્ફિગર થઈ છે, જે પેસેન્જરને મહત્તમ ક્ષમતા અને સુવિધા ઓફર કરે છે. બસો અદ્યતન લિથિયમ-આયન NMC કેમિસ્ટ્રી સાથે અતિ કાર્યદક્ષ, મોડ્યુલર બેટરીઓની નવી જનરેશન સાથે પણ સજ્જ છે,

જે ખાસ ભારતીય બજાર અને આબોહવાની સ્થિતિ માટે બનાવવામાં આવી છે. મોડ્યુલર બેટરીઓ સમાન વજન માટે બેટરી સેલદીઠ ક્ષમતા વધારે છે, સિંગલ ચાર્જમાં કિલોમીટરની રેન્જ – દરરોજ 300 કિલોમીટર સુધી પરિવહન કરવા સક્ષમ બનાવે છે અને ડ્યુઅલ ગન ફાસ્ટ ચાર્જિંગ સાથે દરરોજ 500 કિલોમીટર સુધી પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે.

ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેન અને બેટરીઓનો ઉપયોગ બેટરી લાંબો સમય ટકવાની સાથે શ્રેષ્ઠ કાર્યદક્ષતા સાથે કામ કરે, બજારમાં માલિકીના કુલ ખર્ચમાં ઘટાડો સુનિશ્ચિત કરે છે. આ અત્યાધુનિક ઇ-બસનું વહન ઝડપથી અને સરળતા સાથે થઈ શકશે.

ભારતમાં સ્વિચ EV બસોની વર્તમાન રેન્જ સાથે છેલ્લાં થોડાં વર્ષોમાં 98 ટકા સાતત્યતાથી વધારે અપટાઇમ ધરાવવો વિશ્વસનિયતાની દ્રષ્ટિએ અમારા ઉત્પાદનના પર્ફોર્મન્સનો પુરાવો છે. આ બસોએ ભારતમાં 8 મિલિયન કિલોમીટરથી વધારે પ્રવાસ કર્યો છે,

5000 ટનથી વધારે CO2ના ઉત્સર્જનની બચત કરી છે કે ઘટાડો કર્યો છે, જે 30,000થી વધારે વૃક્ષોના વાવેતરને સમકક્ષ છે, જેથી બ્રાન્ડના મિશનને ટેકો આપવામાં મુખ્ય વ્યૂહાત્મક સીમાચિહ્નો પાર પાડ્યાં છે. બ્રાન્ડનું મિશન છેઃ પર્યાવરણને અનુકૂળ મોબિલિટી દ્વારા જીવનને સમૃદ્ધ કરવું તથા સ્વચ્છ, સ્માર્ટ સફર પ્રદાન કરવી, જે તમામ માટે સુલભ હોય. સ્વિચ ઇન્ડિયા 450 કર્મચારીઓની પ્રતિબદ્ધ ટીમ ધરાવે છે અને આગામી પાંચ વર્ષમાં મેનપાવર 30 ટકાથી વધારે વધશે એવી અપેક્ષા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.