Western Times News

Gujarati News

આ કારણસર BJPની મણિપુર સરકારને આપેલું સમર્થન NPPએ પાછું ખેંચ્યું

મણિપુરમાં પરિસ્થિતિ વિસ્ફોટક: અમિત શાહ નાગપુરથી દિલ્હી પહોંચી ગયા

(એજન્સી) ઈમ્ફાલ, કોનરેડ સંગમાની પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપની આગેવાની હેઠળની મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચ્યું છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ મણિપુરના અશાંતિ માટે મુખ્યમંત્રી એન બિરેન સિંહને જવાબદાર ઠેરવ્યા છે.

મણિપુરની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં સીનિયર અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. બેઠકમાં મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. સાથે જ સોમવારે ગૃહમંત્રી આ મુદ્દે સીનિયર અધિકારીઓ સાથે બેઠક કરશે. અમિત શાહ મહારાષ્ટ્રમાં ચુંટણી પ્રચારે કરી રહયા છે ત્યારે મણિપુરમાં પરિસ્થિતિ વિસ્ફોટક બનતા તમામ કાર્યક્રમો રદ કરી તેઓ સીધા દિલ્હી પહોંચી ગયા છે.

નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કોનરેડ સંગમાએ ભારતીય જાણતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને પાત્ર લખીને મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચ્યાની વાત કરી છે. તેમને પાત્રમાં લખ્યું છે કે, “આદરણીય શ્રી. નડ્ડા જી, નેશનલ પીપલ્સ પાર્ટી મણિપુર રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તેની ઊંડી ચિંતા વ્યક્ત કરવા માંગે છે.

છેલ્લા કેટલાક દિવસોમાં, અમે પરિસ્થિતિને વધુ બગડતી જોઈ છે જ્યાં ઘણા વધુ નિર્દોષ લોકોના જીવ ગયા છે અને રાજ્યના લોકો ભારે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે. સંદેશાઓ ગ્રેક અમને ભારપૂર્વક લાગે છે કે શ્રી બિરેન સિંહના નેતૃત્વ હેઠળની મણિપુર રાજ્ય સરકાર કટોકટીનો ઉકેલ લાવવા અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેશનલ પીપલ્સ પાર્ટીએ બિરેન સિંહની આગેવાની હેઠળની સરકાર મણિપુર રાજ્યમાં તાત્કાલિક અસરથી સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.”

મણિપુરમાં હિંસા ફાટી નીકળતાં અને સ્થિતિ ફરી એકવાર કાબૂ બહાર થઈ જતાં કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. હાલની સ્થિતિને જોતા ડ્ઢય્ ઝ્રઇઁહ્લ અનિશ દયાલ મણિપુર જવા રવાના થઈ ગયા છે. તે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં પોતાની તમામ રેલીઓ રદ્દ કરી દીધી છે. તેઓ નાગપુરથી દિલ્હી પરત ફર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળો અને રાજ્ય પોલીસ નવી રણનીતિ બનાવી રહી છે. મણિપુરના કેટલાક વિસ્તારોમાં જ્યાં કર્ફ્‌યુમાં રાહત આપવામાં આવી હતી. ત્યાં ફરી કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ફરી એકવાર મણિપુરના કેટલાક વિસ્તારોમાં સતત તણાવના અહેવાલો સામે આવી રહ્યા છે. બિષ્ણુપુર, ઇમ્ફાલ, જીરીબીમ વિસ્તારોમાં વધુ તણાવ છે. આવી સ્થિતિમાં અહીં પણ ફરી કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, મણિપુરમાં તાજેતરની હિંસા એ પછી શરૂ થઈ હતી, જ્યારે જિરીબામમાં ગયા મંગળવારે અપહરણ કરાયેલી એક જ પરિવારની ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહ શનિવારે આસામ-મણિપુર બોર્ડર પરથી મળી આવ્યા હતા. આરોપ છે કે કુકીના આતંકીઓએ તેમનું અપહરણ કર્યું હતું. આ ક્રૂર હત્યાકાંડ બાદ ગુસ્સે ભરાયેલા મેઇતેઇ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સતત હિંસક વિરોધ કરી રહ્યા છે.

શનિવારે (ટોળાએ રાજ્યના ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના ઘરોને ઘેરી લીધા અને તોડફોડ કરી. મંત્રીઓના ઘર પર હુમલા બાદ ગુસ્સે ભરાયેલા મેઇતેઇ ટોળાએ મણિપુરના સીએમના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

મણિપુરમાં નાગરિક સમાજ જૂથોએ રાજ્ય સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ જાહેર કર્યું છે, જેમાં સશસ્ત્ર આતંકવાદી જૂથો સામે નિર્ણાયક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. મણિપુર અખંડિતતા સંકલન સમિતિના પ્રવક્તા ખુરૈઝામ અથૌબાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યોના તમામ પ્રતિનિધિઓ અને તમામ ધારાસભ્યોએ સાથે બેસીને આ સંકટને વહેલી તકે ઉકેલવા માટે કેટલાક નિર્ણાયક પગલાં લેવા જોઈએ.’

જો તેઓ મણિપુરના લોકોના સંતોષ માટે કોઈ નિર્ણય નહીં લે, તો તેમને લોકોના અસંતોષનો ભોગ બનવું પડશે. અમે ભારત સરકાર અને મણિપુર સરકારને કેટલાક નિર્ણાયક પગલાં લેવા માટે ૨૪ કલાકનો સમય આપ્યો છે અને તમામ સશસ્ત્ર જૂથો સામે લશ્કરી કાર્યવાહીનું અલ્ટીમેટમ આપ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.