આ કોઇ પદની વાત નથી આ મારા દેશની વાત: સિબ્બલ
નવીદિલ્હી, સોનિયા ગાંધીને પત્ર લખી પાર્ટીમાં પરિવર્તનની માંગ કરનાર વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આજે ફરીથી ટ્વીટ કર્યું છે. સીડબ્લ્યુસીની બેઠક બાદ કરવામાં આવેલ આ ટ્વીટ બાદ અટકળોનો દૌર શરૂ થઇ ગયો છે. સિબ્બલે આજના ટ્વીટ પર અનેક રીતની અટકળોનો દૌર શરૂ થઇ ગયો છે.તેમણે ટ્વીટ કરી લખ્યું કે આ કોઇ પદની વાત નથી આ મારા દેશની વાત છે જે સૌથી વધુ જરૂરી છે. એ યાદ રહે કે કોંગ્રેસ કારોબારીની બેઠકમાં સોનિયા ગાંધીને ફરીથી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ચુંટવામાં આવ્યા છે.
સિબ્બલના ટ્વીટથી બળવાના સંકેત મળી રહ્યાં છે તેમણે ગઇકાલે રાહુલ ગાંધીની નારાજગી વાળા અહેવાલો બાદ પણ ટ્વીટ કર્યું જાે કે તેમણે બાદમાં તે ટ્વીટ એમ કહીને હટાવી દીધુ કે રાહુલે તેમને કહ્યું કે તેમણે આમ કંઇ કહ્યું નથી. દરમિયાન કોંગ્રેસમાંથી બરતરફ નેતા સંજય ઝાએ પણ આજે એક વ્યંગ કરતો ટ્વીટ કરી કહ્યું કે આ અંતની શરૂઆ છે ઝાના આ ટ્વીટને પણ કોંગ્રેસમાં ચાલી રહેલી હલચલથી જાેડીને જાેવામાં આવી રહ્યું છે .
સોનિયાએ સંજય ઝાને પાર્ટીમાંથી બરતરફ કતરી દીધા હતાં સંજય ઝાએ કેટલાક દિવસ પહેલા કહ્યું હતું કે કોંગ્રેસના ૧૦૦થી વધુ નેતાઓએ સોનિયાને પત્ર લખ્યો છે જાે કે તે સમયે કોંગ્રેસે તેને નકારી દીધો હતો. રાહુલ ગાંધીએ સોનિયાને પત્ર લખનારા નેતાઓની વિરૂધ્ધ કડક ટીપ્પણી કરી હતી અને તેને ભાજપનું કાવતરૂ ગણાવ્યું હતું સિબ્બલે રાહુલના આ આરોપને વાંચ્યા બાદ ખુબ કડક પ્રતિક્રિયા આપી હતી તેમણે પોતાના ટિ્વટર બાયોથી કોંગ્રેસ હટાવી દીધું હતું.HS