આ ક્રિપ્ટો પ્લેટફોર્મે રણવીર સિંહને એનો બ્રાન્ડ એમ્બેસેર બનાવ્યો
કંપનીના “કુછ તો બદલેગા” અભિયાનમાં રણવીર સિંહને લઈને મિલેનિયલ અને જનરેશન ઝેડ સુધી પહોંચવાનો ઉદ્દેશ
મુંબઈ, ભારતમાં સૌથી વધુ યુઝર ધરાવવાની સાથે સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું ક્રિપ્ટો પ્લેટફોર્મ કોઇનસ્વિચ કુબેરે આજે બોલીવૂડના સુપરસ્ટાર અને યુથ આઇકોન રણવીર સિંહને એના સૌપ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લેવાની જાહેરાત કરી હતી. આ જોડાણ દ્વારા કોઇનસ્વિચ કુબેરનો ઉદ્દેશ રણવીર સિંહની જનરેશન ઝેડ અને મિલેનિયલ ગ્રાહકો વચ્ચે લોકપ્રિયતા સાથે માસ અપીલનો ઉપયોગ કરવાનો છે. CoinSwitch Kuber onboards Ranveer Singh as its brand ambassador
જ્યારે કોઇનસ્વિચ કુબેર અને રણવીર સિંહ ભારતમાં ક્રિપ્ટોની વધતી સ્વીકાર્યતા દર્શાવવા માટે સંયુક્તપણએ કામ કરશે, ત્યારે આ વિકસતી એસ્ટમાં ક્રિપ્ટોની જાગૃતિ અને વિશ્વાસ વધારશે. કોઇનસ્વિચ કુબેરે તાજેતરમાં ભારતમાં યુનિકોર્નનો દરજ્જો મેળવ્યો છે અને અત્યારે ભારતનાં આ સૌથી મોટા ક્રિપ્ટો એસેટ પ્લેટફોર્મનું મૂલ્ય 1.9 અબજ ડોલર છે, જે 10 મિલિયનથી વધારે ભારતીય ગ્રાહકોને સેવા આપે છે.
રણવીર સિંહ કોઇનસ્વિચ કુબેરના ‘કુછ તો બદલેગા’ અભિયાન માટે ત્રણ એડ ફિલ્મોમાં જોવા મળશે, જે પરિવર્તનની સંભાવના વ્યક્ત કરે છે, કારણ કે વ્યક્તિ ક્રિપ્ટો દુનિયામાં પ્રવેશ કરીને મોટા પરિવર્તનમાં સામેલ થાય છે. આ એડ ફિલ્મો વિવિધ પ્રકારના ભારતીયો,
India’s biggest Superstar @ranveerofficial is now the face of CoinSwitch.
Bola tha na #KuchTohBadlega!
Tag that friend who introduced you to Crypto & both of you stand a chance to win BTC worth ₹500* each.#RanveerXCoinSwitch
*T&C Apply pic.twitter.com/xnWLuTaG4l
— CoinSwitch Kuber (@CoinSwitchKuber) October 8, 2021
ખાસ કરીને ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં રહેતા લોકો માટે રોકાણનું મનપસંદ માધ્યમ બનવાની ક્રિપ્ટોકરન્સીની સંભાવના વિશે જાણકારી આપે છે. આ દરેક એડ ફિલ્મ કોઇનસ્વિચ કુબેર પ્લેટફોર્મની અલગ-અલગ ખાસિયતો જણાવે છે.
પ્રથમ ફિલ્મ રોકાણ કરવા માટે એપની સરળ કામગીરીનો સંદેશ આપે છે. કોઇનસ્વિચ કુબેરના સહ-સ્થાપક અને સીઇઓ આશિષ સિંઘલે કહ્યું હતું કે, “અમે રણવીર સિંહને અમારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ખુશ છીએ. અમારો ઉદ્દેશ ક્રિપ્ટોને ભારતમાં અબજો લોકો માટે ફૂડ ઓનલાઇન ઓર્ડર કરવા જેવી સરળ સુલભતા પ્રદાન કરવાનો છે. મને ખાતરી છે કે, પોતાની યૂથ અપીલ સાથે રણવીર અમને એ લક્ષ્યાંકને પાર પાડવા હરણફાળ ભરવા સક્ષમ બનાવશે, તો કોઇનસ્વિચ કુબેરને ઘરેઘરે જાણીતી બ્રાન્ડ બનાવશે.”
તેમણે ઉમેર્યુ હતું કે, “રણવીર સિંહને અમારરા કુછ તો બદલેગા અભિયાનમાં સામેલ કરીને અમે ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં નોંધપાત્ર રસ ઊભો કર્યો છે. અમે એ સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ કે, જીવનના તમામ ક્ષેત્રોમાં કાર્યરત ભારતીયો ક્રિપ્ટો સ્પેસમાં અમારા પ્લેટફોર્મની સરળતા સાથે ઓછા અવરોધ વિશે જાણકારી મેળવે.”
આ જાહેરાત પર રણવીર સિંહે કહ્યું હતું કે, “અત્યારે ભારતમાં ક્રિપ્ટો માટે રોમાંચક સમય છે. મને ભારતના સૌથી મોટા ક્રિપ્ટો એસેટ પ્લેટફોર્મ કોઇનસ્વિચ કુબેરના બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ખુશી છે. કંપની ભારતમાં ક્રિપ્ટો ક્રાંતિ લાવવામાં મુખ્ય છે અને તેની સફરમાં સામેલ થવાનો મને આનંદ છે.”