આ ગણેશચતુર્થી પર સેમસંગ સાથે તમારી લિવિંગ સ્પેસને અપગ્રેડ કરો
ગણેશચતુર્થીના પાવન ઉત્સવની ઉજવણી કરતાં દેશની સૌથી ભરોસાપાત્ર કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ ઈન્ડિયા દ્વારા આજે તેનાં ટેલિવિઝન, રેફ્રિજરેટર, સ્માર્ટ ઓવન, વોશિંગ મશીન અને એર કંડિશનરો માટે ખાસ ઓફરો ઘોષિત કરવામાં આવી છે.
તહેવારની મોસમમાં ગ્રાહકો તેમનાં ઘરોની નવી કલ્પના કરવા માટે નવી અને સ્માર્ટ ટેકનોલોજીઓ અપનાવીને અપગ્રેડ કરતા હોય છે. અમે ગ્રાહકલક્ષી બ્રાન્ડ હોવાથી અમે અમારા ગ્રાહકો માટે બેજોડ ટેકનોલોજી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. સેમસંગ ઉત્તમ પ્રોડક્ટો આપવા માટે કટિબદ્ધ છે અને અમારી નવી ઓફરો વિવિધ કિંમતે પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી પર ખાતરીપૂર્ણ લાભો સાથે આવે છે. ગ્રાહકો મૂલ્ય પરિમાણ ચાહતા હોઈ અમને વિશ્વાસ છે કે આ અજોડ ઓફરો તેમની અપેક્ષાઓને પહોંચી વળશે અને અર્થપૂર્ણ નવીનતા સાથે તેમનું જીવન સમૃદ્ધ બનાવશે, એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.