આ જિલ્લા કલેકટર એસ.ટી. બસમાં ચઢી ગયા અને લોકોને રસી માટે સમજાવ્યા
જૂનાગઢ જિલ્લામાં 100% રસીકરણ એ વહીવટીતંત્ર નો પ્રથમ ધ્યેય છે ત્યારે, આજ રોજ એસ.ટી. બસ માં વિવિધ પેસેન્જર ની સાથે વાર્તાલાપ કરી,તેઓને રસી લેવા માટે સમજૂત કરવામાં આવ્યા તેમજ જેઓ એ રસી ના લીધી હોય તેઓને તુરંત જ રસી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો.
આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લા કલેકટર ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે ગાંધીબાપુને અંજલિ અર્પણ કરવાં KGBV(કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય)ની વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી તેમને કારકિર્દી લક્ષી માર્ગદર્શન પણ આપ્યું તેમજ શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો.