આ ટેકનોલોજીથી 10 મિનિટમાં જ તમારા વાહનની બેટરી ચાર્જ થઈ જશે
નવી ક્વોન્ટમ ટેકનોલોજી ઈ-વાહનોનો ચાર્જીંગ સમય ઘટાડશે-બેટરીના ફૂલ ચાર્જીંગ માટે દસ કલાકનો સમય ઘટીને દસ મિનિટનો થઈ શકે છે
વૈજ્ઞાનિકો ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો વિકસાવવામાં દાયકાઓથી લાગ્યા છે. પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણનો વૈકલ્પિક સ્ત્રો ઈલેકટ્રીસિટીને સ્વીકારવામાં આજે દુનિયાભરના દેશો આગળ આવી રહ્યા છે.
આપણે ત્યાં પણ ઈ-વ્હીકલ અપનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. સરકારો દ્વારા પણ પ્રોત્સાહન આપવા જાત-જાતના સબસીડી અને યોજનાઓ લાવવામાં આવી છે. આમ, છતાં હજુય દેશ અને દુનિયામાં જે પ્રકારે ઈ-વ્હીકલનો સ્વીકાર થવા અને વ્યાપ વધવો જાેઈએ એ વધ્યો નથી. આ પાછળનુ સૌથી મોટુ કારણ ઈ-વ્હીકલનો ચાર્જીંગનો મુખ્ય પ્રશ્ન છે.
એક તો બેટરીને ફૂલ ચાર્જીંગ કરતા દસ કલાક જેટલો સમય લાગે છે. જેને લીધે વાહન તમે લાંબા સમય સુધી ચલાવવુ હોય તો ચાર્જીંગના મામલે પાછા પડો છો. હા, પણ જાે ચાર્જીંગ માત્ર ગણતરીની મીનિટમાં થઈ જાય તો?? ગેસ સ્ટેશન પર માત્ર ગણતરીની મીનિટોમાં વાહનમાં ફ્યુલ ભરાય છે
તે પ્રકારે માત્ર ગણતરીની મીનિટમાં જ બેટરી ફૂલ ચાજીંગ થઈ જાય તો? જાે આવુ થાય તો ઈ-વાહનોના પ્રભુત્વ આડેના સૌથી મોટા અંતરાય દૂર થાય. સંશોધકોનું માનીએ તો કવોન્ટમ ટેકનોલોજી બેટરી ચાર્જીંગનો તોતિંગ સમય ઘટાડશે. વૈજ્ઞાનિકો જે સંશોધન પર કામ કરી રહ્યા છે તે ક્વોન્ટમ ટેકનોલોજીથી ઈ-વાહનોનો ચાર્જીંગ સમય દસ કલાકથી ઘટીને માત્ર દસ મિનિટ થવાની સંભાવના છે.
બેટરીમાં વ્યાપક સુધારા બાદ પણ હજુયે ચાર્જીંગના વધુ પડતા સમયના મામલે સંતોષકારક સંશોધન થયુ ન હોવાની વાસ્તવિક્તા સ્વીકાર્ય વગર છૂટકો નથી. હાલમાં કારને ઘરે સંપૂર્ણ રીચાર્જ થવામાં લગભગ ૧૦ કલાકનો સમય લાગે છે. ચાર્જીંગ સ્ટેશનો પરના સૌથી ઝડપી સુપરચાર્જરની મદદથી પણ વાહનોને સંપૂર્ણ રીચાર્જ કરવા માટે એકાદ કલાકનો સમય લાગે છે.
એનાથી ગ્રાહકોને વધારાના ખર્ચ અને અસુવિધા થાય તે લટકામાં. આ સમસ્યાને ઉકેલવા માટે વૈજ્ઞાનિકો ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રના રહસ્યમય ક્ષેત્રમાં જવાબો શોધવામાં વ્યસ્ત છે. તાજેતરના કેટલાંક રીસર્ચ પેપરના દાવા મુજબ ક્વોન્ટમ ટેકોનોલોજી ઝડપથી બેટરી ચાર્જ કરવા માટે નવી પધ્ધતિઓનુૃં વચન આપી શકે તેમ છે.
હા, ક્વોન્ટમ બેટરી પરનું સંશોધન કઈ આજકાલનું નથી. ‘ક્વોન્ટમ બેટરી’ નો આવો ખ્યાલ સૌ પ્રથમ ર૦૧રમાં અલિકી અને ફ્રેનેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવલા સેમિનર પેપરમાં કરાયુ હતુ. આ થીયરી એવી છે કે એન્ટ્રેગલમેન્ટ અંદરના તમામ કોષોને ચાર્જ કરીને બેટરી ચાર્જીંગ પ્રક્રિયાને મોટા પ્રમાણમં ઝડપી બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
એકસાથે સામુહિક રીતે બેટરી ચાર્જ કરી શકાશે. આધુનિક મોટી ક્ષમતા ધરાવતી બેટરીમાં અસંખ્ય કોષો હોઈ શકે છે. અત્યારે વાહનોમાં જે પ્રકારની ક્લાસિક્લ બેટરી છે તેમાં આવા સામુહિક ચાર્જીંગ શક્ય નથી. જયાં કોષો એક બીજાનથી સ્વતંત્ર રીતે સમાંત્તર રીતેે ચાજ થાય છે.
આ સામુહિક વિરૂધ્ધ સમાંત્તર ચાર્જીંગનો ફાયદો ‘ક્વોન્ટમ ચાર્જીંગ ફાયદો’ તરીકે ઓળખાતા ગુણોત્તર દ્વારા માપી શકાય છે. વર્ષ ર૦૧૭માં એવું નોંધાયુ હતુ કે આ ક્વોન્ટમ લાભ પાછળ બે સંભવિત સ્ત્રોત હોઈ શકે છે. એટલે કે ‘ગ્લોબલ ઓપરેશન’ અને ‘ઓલ-ટુ ઓલ કપલીંગ’ વેલ હજુ સુધી આ અસ્પેષ્ટ છે કે શુૃ આ બંન્ને સ્ત્રોત જરૂરી છે
અને શુૃ ચાર્જીંગ ઝડપની કોઈ મર્યાદાઓ છે કે નહીં?? ક્વોન્ટમ ટેકનોલોજીને લઈને બેટરી સંશોધકોનુ માનવુ છે કે આ ટેકનોલોજીથી બેટરી ર૦૦ ગણી સ્પીડથી ચાર્જ થઈ જશે.હાલ તો ર૦૦ વાહનો પર સંશોધન ચાલી રહ્યુુ છે. પરીણામો આવતા સમય લાગશે પરંતુ આપણે આશા રાખીએ કે ક્વોન્ટમ ટેકનોલોજી પધ્ધતિમાં વૈજ્ઞાનિકો સફળ થાય અને બેટરી ચાજીંગની સ્પીડ ઘટાડી શકાય.