આ દિવસે મિહિકા બજાજ સાથે લગ્ન કરશે ‘બાહુબલી’ અભિનેતા રાણા દગ્ગુબાતી
બાહુબલી’ ફિલ્મમાં ભલ્લાલદેવનું પાત્ર ભજવનાર અભિનેતા રાણા દગ્ગુબાતી હાલ પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છવાયેલા છે. ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે લાૅકડાઉનમાં પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં સગાઈ કરનારા રાણા દગ્ગુબાતી હાલ લગ્નની તૈયારીઓમાં લાગેલા છે. સગાઈ પછી રાણા દગ્ગુબાતી અને તેમની મંગેતર મિહિકા બજાજ ક્યારે લગ્ન કરશે તે હાલ તેમના ચાહકો માટે ચર્ચાનો વિષય છે. આ દરમિયાન જ અભિનેતા રામા દગ્ગુબાતીએ ખુલાસો કર્યો છે.
લગ્નની તારીખ વિશે જણાવતા રાણા દગ્ગુબાતીએ કહ્યું કે, ‘સગાઈ પછી હું અને મિહિકા ૮ ઑગસ્ટે લગ્ન કરીશું. અમે આ સેરેમની ખૂબજ પર્સનલ રાખશું. અને આ મારા જીવનનો ખૂબ જ સારો સમય હશે.’ તો પોતાની મંગેતરના વખાણ કરતાં રાણા આગળ જણાવે છે કે, ‘હું તમને જણાવી દઉં કે હું મિહિકાને ખૂબ જ પ્રેમ કરુંં છું અને અમારા બન્નેની જાેડી ખૂબ જ સારી છે. મિહિકા મારા ઘરથી માત્ર ૩ કિલોમીટરના અંતરે પોતાના પરિવાર સાથે રહે છે.
લાૅકડાઉનમાં જ્યારે અમે બન્નેએ સગાઈનો નિર્ણય લીધો તો અમારે બન્નેએ વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડ્યો.’ આથી હવે નથી ઈચ્છતા કે વધારે રિસ્ક લેવું પડે અને અમે કોઈપણ મુશ્કેલીમાં મૂકાઈએ. મિહિકા ગંભીર છે અને ખૂબ જ પ્રિટી પણ છે. તે મારી ભાવનાઓ સમજે અને તેનાથી વધારે તો શું જાેઈએ…
મિહિકા હૈદરાબાદની રહેવાસી છે, જ્યારે રાણાં ચેન્નઈમાં જન્મ્યા છે અને ત્યાં જ તેઓ મોટા થયા છે. મિહિકાએ ઈન્ટિરિયર ડિઝાઈનમાં ડિપ્લોમા કર્યું છે. ઈવેન્ટ પ્લાનર છે, જે મુંબઈમાં ડ્યૂ ડ્રાૅપ ડિઝાઈન સ્ટૂડિયો પણ ચલાવે છે. એટલું જ નહીં મિહિકાએ લંડનની ચેલ્સા યુનિવર્સિટીમાંથી આર્ટ અને ડિઝાઈનમાં એમએ કર્યું છે.
તો રાણા દગ્ગુબાતી દક્ષિણ ભારતીય સિનેમા સાથે હિન્દી સિનેમામાં પણ સક્રીય છે. રાણા વર્ષ ૨૦૧૧માં ‘દમ મારો દમ’ ફિલ્મમાં અભિનેત્રી બિપાશા બાસુ સાથે જાેવા મળ્યા હચા આ સિવાય તેમણે ‘હાઉસફુલ ૪’, ‘ધ ગાજી અટેક’, ‘બેબી’ અને ‘યે જવાની હૈ દીવાની’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવના રોલ દ્વારા તેમને એક આગવી ઓળખ મળી.