Western Times News

Gujarati News

આ દિવસ માટે અમદાવાદમાં ડ્રોન તથા એરો સ્‍પોર્ટસ ઉપકરણોના ઉડ્ડયન પર પ્રતિબંધ

પ્રતિકાત્મક

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૮/૦૫/૨૦૨૨ નારોજ અમદાવાદ શહેર ખાતે આવનાર છે.આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ તથા ભાંગફોડીયા તત્‍વો માનવ રહિત રિમોટ કન્‍ટ્રોલ સંચાલિત ડ્રોન અથવા વિમાન,

જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝનાવિમાન જેવા સંશાધનો અથવાએરો સ્‍પોર્ટસ ઉપકરણો દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શક્યતા રહેલી છે.

આ જોખમની ભીતિને ધ્‍યાનમાં લઇ પોલીસ કમિશ્‍નર, અમદાવાદ શહેરે અમદાવાદ શહેરના તમામ વિસ્‍તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કર્યો છે. જે દરમ્યાન ત્‍યાં રિમોટથી ચાલતા ડ્રોન, ક્વાડ કોપ્‍ટર, પાવર્ડ એરક્રાફ્ટ, માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્‍લાઈડર/પેરા ગ્‍લાઇડર, પેરા મોટર, હોટ એરબલૂન તથા પેરા જમ્‍પીંગ ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

પોલીસ ખાતા તથા સુરક્ષા બળોના ઉપરોક્ત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ રહેશે. આ હુકમ તા.૨૮-૦૫-૨૦૨૨ના કલાક ૧૫.૩૦ થી કલાક ૨૦.૦૦  સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ની કલમ – ૧૮૮ હેઠળ શિક્ષા પાત્ર ઠરશે એમ પોલીસ કમિશ્‍નર, અમદાવાદ શહેરના જાહેરનામામાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.