આ દેશમાં કોરોનાનું સંકટ, ICUમાં દરરોજ દાખલ થઈ રહ્યા છે 100થી વધારે દર્દી
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને દુનિયાભરના દેશોની ચિંતા વધારી દીધી છે. કોરોનાના નવા વેરિએન્ટમાં 50 સ્પાઈક મ્યૂટેશન થવાથી આ બહું ઘાતક થઈ રહ્યો છે. ફ્રાન્સમાં પણ કોરોનાના નવા વેરિએન્ટની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.
ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોનાના નવા મામલાના કારણે હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા તેજીથી વધી રહી છે. આંકડા મુજબ માર્ચ- એપ્રિલ બાદ ગંભીર રુપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 117થી વધીને હવે 1749 થઈ ગઈ છે. કોરોના સંક્રમણની ઝપેટમાં આવનારા આઈસીયુમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા દર રોજ 100થી વધારે જણાવવામાં આવી રહી છે.
ફ્રાન્સ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સંખ્યા 470થી વધીને 9860 થઈ ગઈ છે જે 29 માર્ચ બાદ એક દિવસમાં સૌથી મોટો ઉછાળો છે. એક અઠવાડિયા પહેલાની સરખામણીએ કોરોનાના દર્દીની સંખ્યામાં 18 ટકાથી વધારે ઉછાળો જોવા મળ્યો છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને થોડાક દિવસ પહેલા જ કહ્યું હતુ કે
ફ્રાન્સ કોરોના મહામારીની 5મી લહેરની શરુઆતમાં છે. સ્વાસ્થ્ય મંત્રી વેરને કહ્યું હતુ અને પડોશી દેશો પહેલાથી જ કોરોનાની 5મી લહેરમાં છે. જે આપણે ફ્રાન્સમાં અનુભવી રહ્યા છીએ. જેને સ્પષ્ટ રુપથી કોરોનાની 5મી લહેરની શરુઆતની જેમ દેખાય છે.