આ ધારાસભ્ય આયુષ્યમાન કાર્ડ લોકોને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે

ધારાસભ્ય આયુષ્યમાન કાર્ડને ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગરીબ અને મધ્યમવર્ગ સહિતના લોકોને રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપતા આયુષ્યમાન કાર્ડને ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ હાથ ધરતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
દેશનો કોઈ પણ વ્યક્તિ ગંભીર બીમારી અથવા અકસ્માતમાં સારવારથી વંચિત ન રહી જાય તે માટે ભારત સરકારે જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડની યોજના બનાવી છે.જેમાં વ્યક્તિદીઠ રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર મળે છે. આયુષ્યમાંન કાર્ડ ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદરૂપ છે.
અનેક લોકો આયુષ્યમાંન કાર્ડના આધારે પોતાની સારવાર કરાવી રહ્યા છે.આ કાર્ડ વાગરા વિધાનસભા ક્ષેત્રમાં ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન ધારાસભ્ય અરુણસિંહ રણાએ હાથધર્યું છે.જેમાં તેમણે અલગ અલગ ટીમો બનાવી છે.જે વાગરા વિધાનસભા ક્ષેત્રના ગામડાઓ ખૂંદી રહી છે અને વિના મૂલ્યે ગ્રામજનોને આયુષ્યમાન કાર્ડ મળે તે માટે કામગીરી કરી રહી છે.*