આ પાર્ટીમાં જાેડાઈ શકે છે મુલાયમ સિંહ યાદવની વહુ અર્પણા

File Photo
(એજન્સી)લખનૌ, ઉત્તર પ્રદેશમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓમાં પક્ષપલટો થઈ રહ્યો છે. હવે આ કડીમાં મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવનું નામ પણ જાેડાઈ શકે છે. એવી અટકળો છે કે અર્પણા ટૂંક સમયમાં ભાજપમાં જાેડાઈ શકે છે.
જાે કે, આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અપર્ણા યાદવે લખનૌની કેન્ટ બેઠક પરથી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી લડી હતી, જ્યારે તે બીજા ક્રમે રહી હતી. તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટા બહુગુણા જાેશીએ અપર્ણા યાદવને હરાવ્યા હતા.
રીટા બહુગુણા 2003 સુધી ઓલ ઈન્ડીયા મહિલા કોંગ્રેસના પ્રેસિડન્ટ રહ્યા હતા. ત્યારબાદ 2014 માં લોકસભાની ચૂંટણી હારી ગયા બાદ રીટા બહુગુણા ભાજપમાં જોડાયા હતા. હાલમાં તેઓ 72 વર્ષના છે. 24 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ 2016માં વિધીવત રીતે ભાજપમાં જોડાયા હતા.
જાેકે, અપર્ણાને લગભગ ૬૩ હજાર વોટ મળ્યા હતા. અપર્ણા મુલાયમ સિંહની બીજા પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે.
સમાજવાદી પાર્ટીમાં હોવા છતાં અપર્ણા યાદવે ઘણી વખત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. અહેવાલો મુજબ ભાજપ તેમને લખનૌ કેન્ટ વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે.