આ ફંડ બજારમાં સારું વળતર આપવાની સંભાવના ધરાવતા શેરમાંથી લાભ આપતું ફંડ
દૈહિક જીવનચક્રથી વિપરીત કંપનીઓ વૃદ્ધિ અને મહત્તમ વૃદ્ધિ કે સંતૃપ્તતાના ગાળામાંથી પસાર થાય છે. મિડ કેપ કંપનીઓ પણ સામાન્ય વ્યવસાયિક ચક્રમાંથી પસાર થાય છે, જેમાં આ કંપનીઓએ સ્મોલ કેપ કંપની બનવાનો તબક્કો સફળતાપૂર્વક પસાર કર્યો છે,
જેમ કે – પ્રારંભિક મૂડી ઊભી કરવી, પ્રાથમિક તબક્કામાં વૃદ્ધિના પડકારો સફળતાપૂર્વક ઝીલવા વગેરે. જોકે આ કંપનીઓ લીડરશિપ જાળવી રાખે, નોંધપાત્ર સ્પર્ધાત્મક ફાયદા સાથે કામ કરવાની ક્ષમતા જાળવી રાખે એવી શક્યતા છે. વળી આ કંપનીઓ એટલી વિશાળ નથી કે એમની ઝડપથી વૃદ્ધિ કરવાની ક્ષમતા ઓછી છે.
એટલે મિડ કેપ કંપનીઓ ઝડપથી વૃદ્ધિ કરતા નાનાં વ્યવસાયો અને સુસ્થાપિત મોટી કંપનીઓ વચ્ચેનું લાભદાયક સ્થાન ઓફર કરી શકે છે. મિડ કેપ સ્ટોક્સ લાર્જ કેપ અને સ્મોલ કેપ સ્ટોક વચ્ચે સ્થાન ધરાવે છે તેમજ સામાન્ય રીતે કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડી)ને આધારે એનું સ્થાન નક્કી થાય છે.
સેબીની પરિભાષા મુજબ, સંપૂર્ણ બજાર મૂડીને આધારે 101થી 250મું સ્થાન ધરાવતી કંપનીઓના સ્ટોક મિડ કેપ સ્ટોક છે. મિડ કેપ ફંડ મુખ્યત્વે મિડ કેપ સ્ટોકમાં રોકાણ કરે છે, જેમાં ફંડના 65 ટકા હિસ્સાનું રોકાણ મિડ કેપ કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સાથે સંબંધિત યોજનાઓમાં થાય છે.
મિડ કેપ કંપનીઓમાં રોકાણ થયેલું ફંડ રોકાણકારને પોર્ટફોલિયો ડાઇવર્સિફિકેશનમાં મદદ કરીને બજારના વિસ્તૃત મૂડીકરણને આવરી લેવાની અને મધ્યમ કદના વ્યવસાયોની વિકાસગાથામાં સહભાગી બનવાની તક આપે છે. જોકે રોકાણકારોએ એમાં રહેલા સ્વાભાવિક જોખમને ધ્યાનમાં લેવું જોઈએ,
કારણ કે મિડ કેપ ફંડમાં રોકાણ કરવાનું જોખમ અને તેમાંથી વળતર મેળવવાની સંભવિતતા સારી રીતે ડાઇવર્સિફાઇડ ગ્રોથ ફંડની સરખામણીમાં પ્રમાણમાં વધારે હોય છે. યુટીઆઈ મિડ કેપ ફંડ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે, જે મુખ્યત્વે મિડ કેપ કંપનીઓમાં રોકાણ કરે છે.
યુટીઆઈ મિડ કેપ ફંડ એવા રોકાણકારો માટે અનુકૂળ છે, જેઓ મિડ કેપ કંપનીઓમાં સૌથી વધુ રોકાણ કરતા પોર્ટફોલિયોમાં રોકાણ કરવા ઇચ્છે છે અને પોતાની અંતર્ભૂત વૃદ્ધિની સંભવિતતા સાથે પોતાના મુખ્ય ઇક્વિટી પોર્ટફોલિયોમાં પૂરક બનાવવા ઇચ્છે છે.
ફંડની સ્ટ્રેટેજી સ્કેલેબલ બિઝનેસ મોડલ્સ ધરાવતી અને લાંબા ગાળે વૃદ્ધિની સંભવિતતા ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવાની છે. ફંડ નબળાઈના પરિવર્તનકારક તબક્કામાંથી પસાર થતી કે મોટા પરિવર્તનમાંથી પસાર થતી સારી કંપનીઓમાં રોકાણ પણ કરે છે.
ફંડ સારી નાણાકીય સ્થિતિ ધરાવતા અને સમયની સાથે માર્જિન જાળવી રાખવાની સંભવિતતા ધરાવતા વ્યવસાયોને પસંદ કરવા પસંદગી માટે બોટમ-અપ અભિગમ અપનાવે છે. ફંડ વિવિધ ક્ષેત્રો અને ઉદ્યોગોને આવરી લેતા આશરે 70 સ્ટોકનો સારી રીતે ડાઇવર્સિફાઈ કરેલો પોર્ટફોલિયો પણ ધરાવે છે.
ફંડની શરૂઆત 7 એપ્રિલ, 2004ના રોજ થઈ હતી અને 30 એપ્રિલ, 2022ના રોજ 4.21 લાખથી વધારે યુનિટધારકોના ખાતા સાથે રૂ. 6,700 કરોડથી વધારેની એયુએમ ધરાવે છે. ફંડ ખરાં અર્થમાં લેબલ પ્રોડક્ટ હોવાથી કોઈ પણ સમયે 85થી 90 ટકાની રેન્જમાં મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં ફાળવણી કરવાનું પસંદ કરે છે.
31 માર્ચ, 2022ના રોજ ફંડનું આશરે 68 ટકા રોકાણ મિડ કેપ કંપનીઓમાં, 21 ટકા રોકાણ સ્મોલ કેપ કંપનીઓમાં અને બાકીનું રોકાણ લાર્જ કેપ કંપનીઓમાં છે. સ્કીમનું સૌથી વધુ રોકાણ ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ ઇન્ડિયા લિમિટેડ,
પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એમ્ફાસિસ લિમિટેડ, ફેડરલ બપેંક લિમિટેડ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ, શેફલેર ઇન્ડિયા લિમિટેડ, વોલ્ટાસ લિમિટેડ, એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડ અને એસ્ટ્રલ લિમિટેડમાં છે, જેમાં પોર્ટફોલિયોનો આશરે 26 ટકા હિસ્સો છે.
પોતાના ડાઇવર્સિફાઇડ રોકાણ સાથે ફંડનો ઉદ્દેશ જોખમ અને વળતર વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો છે. આ માટે ફંડ પોર્ટફોલિયોમાં કાળજીપૂર્વક પસંદગીનો અભિગમ અપનાવે છે. આ પસંદગી માટે રોકાણ થયેલી મૂડી પર વળતર (RoCE) અને રોકડપ્રવાહની પ્રોફાઇલ મહત્વપૂર્ણ બની જાય છે. એનાથી પોર્ટફોલિયોમાં મોટી વધઘટ ઓછી થાય છે અને વળતરમાં મોટા ફરકનું જોખમ ઘટવાની શક્યતા છે.
મિડ અને સ્મોલ કેપની દુનિયામાં મોટી સંખ્યામાં કંપનીઓને આવરી લેવાની સાથે યુટીઆઈનો સંશોધન અને ફંડ મેનેજમેન્ટમાં બહોળો અનુભવ ફંડને ગુણવત્તાયુક્ત સ્ટોક્સ પસંદ કરવામાં અને નબળાં સ્ટોક્સમાં રોકાણ ટાળવામાં પણ મદદરૂપ થશે.