આ ફિલ્મમાં યામી ગૌતમ દેખાશે નેગેટિવ રોલમાં
હિમાચલ પ્રદેશના બિલાસપુરની સુંદરી યામી ગોૈતમે ફિલ્મોમાં અભિનયની શરૂઆત કન્નડ ફિલ્મથી કરી હતી. એ પછી પંજાબી, તેલુગુ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો.
હિન્દીમાં તેની પહેલી ફિલ્મ વિક્કી ડોનર હતી. ૨૦૦૮થી તેણે ટીવી પરદે કામની શરૂઆત કરી હતી. ૨૦૦૮માં ચાંદ કે પાર ચલો શો કર્યા પછી તે સીધી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પહોંચી હતી. આ ઉપરાંત યામી ગૌતમે વિકી કૌશલ સાથે સર્જીકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ ઉરીમાં પણ મહત્વની ભૂમીકા ભજવી હતી. આગામી સમયમાં યામીની ફિલ્મ ‘એ થર્સ ડે’ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થવાની છે.
આ ફિલ્મમાં તેની સાથે ડિમ્પલ કાપડિયા અને નેહા ધુપિયા મુખ્ય રોલમાં જોવા મળશે. નવી વાત એ છે કે આ ફિલ્મમાં પહેલી વખત યામી નેગેટિવ રોલમાં દેખાવાની છે. તે પ્લે સ્કૂલ ટીચર નૈના જયસ્વાલની ભુમિકામાં જોવા મળવાની છે.
આ રોલ માટે ખુબ જ માનસિક તૈયારીઓ કરવી પડી હતી તેમ યામીએ કહ્યું હતું. સેટ પર આ રોલ ભજવતી વખતે મારા પર સતત કોઇ પ્રકારનું ભારણ હોવાનું લાગતું હતું. યામીની અન્ય ફિલ્મોમાં દસવી, લોસ્ટ, ઓએમજી-૨ સામેલ છે.