આ બધા અહેવાલો પાયાવિહોણા છે, બકવાસ છે: પ્રોડ્યુસર રવિશંકર
મુંબઈ, અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂ રાઈઝને રિલીઝ થયે ૬ મહિના જેટલો સમય થઈ ગયો છે. છતાં આજે પણ આ ફિલ્મનો ક્રેઝ ઓછો નથી થયો. ફિલ્મના પહેલા ભાગની સફળતા બાદ બીજા ભાગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મના બીજા ભાગ પુષ્પાઃ ધ રૂલની વાર્તા શું હશે, ક્લાઈમેક્સ શું હશે તે અંગેની કેટલીય વાતો સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે.
એટલું જ નહીં પુષ્પાની પ્રેમિકા શ્રીવલ્લીનું બીજા ભાગમાં મોત થઈ જશે તેવી પણ અફવા ઉડી છે. શ્રીવલ્લીનો રોલ કરનારી એક્ટ્રેસ રશ્મિકા મંદાના અંગેની આ અફવા ફિલ્મના પ્રોડ્યુસર સુધી પહોંચી તો તેમણે સત્ય જણાવી દીધું. પુષ્પાઃ ધ રાઈઝ’ના પ્રોડ્યુસર વાય. રવિશંકરે પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, “આ બધા અહેવાલો પાયાવિહોણા છે.
બકવાસ છે. સાચું કહું તો હજી સુધી અમે ફિલ્મની વાર્તા સાંભળી નથી પરંતુ આવું તો નથી જ, આ બધી જ ધારણાઓ છે. હાલ એવો સમય છે કે તમે ફિલ્મ વિશે કંઈપણ લખશો લોકો માની લેશે કારણકે હકીકત કોઈ નથી જાણતું. આ જ વાત બીજી વેબસાઈટ્સ અને ટીવી ચેનલો પણ બતાવે છે પરંતુ આ બધા જ સમાચાર ખોટા છે.
શ્રીવલ્લીનું પાત્ર જીવશે કે કેમ તે સવાલના જવાબમાં પ્રોડ્યુસરે કહ્યું, હા, હા, ચોક્કસથી જીવશે.” પ્રોડ્યુસરે આગળ ‘પુષ્પાઃ ધ રૂલ’નું શૂટિંગ ક્યારે શરૂ થવાનું છે તેની માહિતી આપતાં કહ્યું, “બીજા પાર્ટનું શૂટિંગ ઓગસ્ટ ૨૦૨૨માં શરૂ થઈ જશે. જાેકે, ઓગસ્ટના પહેલા અઠવાડિયે થશે કે તે પછી એના વિશે હાલ ચોક્કસ નહીં જણાવી શકું.
અત્યારે તો ફિલ્મમેકર્સ તૈયારી કરી રહ્યા છે. જણાવી દઈએ કે, અલ્લુ અર્જુન પણ ફિલ્મના બીજા ભાગ માટે ખૂબ ઉત્સાહિત છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન ચંદનના લાકડાના સ્મગલરના રોલમાં છે. ફિલ્મના અંત સુધીમાં તેના લગ્ન રશ્મિકા મંદાના સાથે થાય છે.
બીજા ભાગમાં અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ વચ્ચે ખરાખરીનો જંગ જાેવા મળશે. આ સિવાય રશ્મિકા મંદાના સાથે રોમાન્સ અને તેમની મેરિડ લાઈફને પણ ફિલ્મમાં દર્શાવાશે. ફિલ્મની રિલીઝ ડેટ અંગે પ્રોડ્યુસરે કોઈ માહિતી નથી આપી પરંતુ શૂટિંગની અપડેટ આપી દીધી છે.SS1MS