Western Times News

Gujarati News

આ બેંક આપી રહી છે, મર્યાદિત ગાળા માટે 6.7 ટકાની હોમ લોન

ઘર ખરીદવા આતુર પગારદાર લોકો માટે સ્પર્ધાત્મક દરે ક્રેડિટ લિન્ક્ડ હોમ લોન્સ

મુંબઈ, તહેવારની સિઝનમાં યસ બેંકએ વાર્ષિક 6.7 ટકા*ના દરે ‘યસ પ્રીમિયર હોમ લોન્સ’ નામની મર્યાદિત ગાળાની ઓફરની જાહેરાત કરી છે, જે રિટેલ ઉપભોક્તા બજારમાં અતિ સ્પર્ધાત્ક વ્યાજદરોમાં સામેલ છે. બેંકની 90 દિવસની ઓફર ઘરની સંભવિત મહિલા ગ્રાહકો માટે વધારાનો 0.05 ટકાનો બેનિફિટ (વ્યાજદર 6.65 ટકા*) પ્રદાન કરે છે.

આ ઓફર અંતર્ગત ઘર ખરીદવા ઇચ્છતાં પગારદાર લોકો વાજબી ઇએમઆઇ વિકલ્પ પર 35 વર્ષ સુધીની મુદ્દત અને લઘુતમ ડોક્યુમેન્ટેશન સાથે ઝીરો પ્રીપેમેન્ટ ચાર્જ ધરાવતી ધરાવતી ફ્લેક્સિબલ લોન લઈ શકે છે. આ ઓફર પ્રોપર્ટીની ખરીદી માટે તેમજ અન્ય ધિરાણકારો પાસેથી બેલેન્સ ટ્રાન્સફર માટે હોમ લોન્સ માટે લાગુ છે.

તહેવારની સિઝનના આનંદ-ઉમંગ અને ઉત્સાહ સાથે ઘર માટેની ઊંચી માગ અને સકારાત્મક કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સાથે ઓફર બેંકની રિટેલ ઉપભોક્તા બજારમાં મહત્વપૂર્ણ ધિરાણકાર બનવાની આકાંક્ષાને નોંધપાત્ર વેગ આપશે.

તમામ સેગમેન્ટમાં ઉપભોક્તાઓને કાળજીપૂર્વક બનાવેલા સમાધાનો પ્રદાન કરવા પર કેન્દ્રિત બેંક એની પરિવર્તનકારક સફરમાં વિવિધ સેગમેન્ટની જુદી જુદી જરૂરિયાતો પૂર્ણ કરવા કસ્ટમાઇઝ સોલ્યુશન્સ ઓફર કરે છે. વિશેષ દરે યસ પ્રીમિયર હોમ લોન્સ આ ગ્રાહકકેન્દ્રિત અભિગમ પર વધારે નિર્મિત છે.

આ અંગે યસ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ પ્રશાંત કુમારે કહ્યું હતું કે, “ગ્રાહકો અને સમુદાયોને સતત સાથસહકાર આપવાના અમારા સતત પ્રયાસમાં યસ બેંકને ઘરના ગ્રાહકોને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા મદદરૂપ થવા હોમ લોન્સ પર સ્પર્ધાત્મક વ્યાજદરો ઓફર કરવાની ખુશી છે.

રિટેલ બુક પર અમે વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે હોમ લોન એક એવું સેગમેન્ટ છે, જેમાં અમે આગામી ત્રણ મહિનામાં બુકની સાઇઝ 2X વધારવા આતુર છીએ. પોતાની લાંબા ગાળાની મુદ્દત સાથે હોમ લોનની ઓફર અમને જીવનના વિવિધ તબક્કાઓ અને જીવનચક્ર ધરાવતા અમારા ઉપભોક્તાઓ સાથે જોડાણ કરવાની તક પણ આપશે.”

યસ પ્રીમિયમ હોમ લોન્સના ફાયદા: 35 વર્ષ સુધી લોનની મુદ્દત,  પગારદાર મહિલા ગ્રાહકો માટે 0.05 ટકા ડિસ્કાઉન્ટ,  લઘુતમ ડોક્યુમેન્ટેશન,  ડોરસ્ટેપ સેવા, 31 ડિસેમ્બર, 2021 સુધી 90 દિવસ માટેની મર્યાદિત ઓફર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.