આ ભાઇ પતંગો બનાવી કોરોના આધારિત જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કોરોના રસીકરણ મહાઅભિયાન સહિતના માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગનાં સંદેશા દર્શાવતા પંતોગા બનાવ્યા
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની કામગીરી પ્રત્યેનો સંતોષ , તેમની કર્તવ્યનિષ્ઠા અને ફરજનિષ્ઠાને બિરદાવવા અમદાવાદના ઇકબાલભાઇએ પતંગમાં મંત્રી શ્રીની કલાકૃતિ કંડારી છે.
આરોગ્ય મંત્રીશ્રી ની કામગીરી પ્રત્યેનો સંતોષ અને લાગણીઓ કલાત્મક ઢબે પ્રસ્તુત કરતા ઇકબાલભાઇ
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના ઇકબાલભાઇ શેખે આરોગ્યમંત્રી શ્રી પ્રત્યેની પોતાની લાગણી આવા જ કંઇક અલગ અંદાજમાં પ્રસ્તુત કરી.
ઉતરાયણ પર્વ સંદર્ભે ઇકબાલભાઇએ આ કલાકૃતિને મંત્રીશ્રીના કાર્યાલયમાં આવી તેઓને સ્વહસ્તે ભેંટ કરી હતી.
આ ઉપરાંત ઇકબાલભાઇએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આદરેલા કોરાના રસીકરણ મહાઅભિયાન , માસ્ક, સેનિટાઇઝીંગ જેવા વિવિધ વિષયોને સાંકળતા પંતગો પણ તૈયાર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇકબાલભાઇ વર્ષોથી રાજ્યમાં જન-જાગૃતિના વિવિધ વિષયો આધારિત પતંગો અને રાખડીઓ બનાવે છે. તેમની આ કલાની નોંધ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિતના નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓએ લીધી છે. -અમિતસિંહ ચૌહાણ