આ મંદિરમાં સાકર વર્ષા માટે ૮૦૦ કિલો સાકરનો પ્રસાદ તૈયાર કરાયો

શ્રી સંતરામ મંદિરમાં સાકર વર્ષા નિમીતે કોપરાનો પ્રસાદ બનાવાયો
મહા પૂનમના રોજ પૂ.સંતરામ મહારાજે જીવિત સમાધી લીધી હતી તે નિમિત્તે દર વર્ષે મંદિર પટાંગણમાં સાકર વર્ષની ઉજવણી કરવામાં આવે છે
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ), નડિયાદ સંતરામ મંદિરમાં મહા પૂનમની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે . મહા પૂનમના રોજ પૂ.સંતરામ મહારાજે જીવિત સમાધી લીધી હતી . તે સમયે આકાશમાંથી દેવો એ પૂષ્પ વર્ષા કરી હતી .
જેના માનમાં દર વર્ષે મંદિર પટાંગણમાં સાકર વર્ષની ઉજવણી કરવામાં આવે છે . મોટી સંખ્યામાં ભક્તો સાકરનો પ્રસાદ લેવા ઉમટતા હોઈ મંદિર પ્રશાસન દ્વારા પ્રસાદ તૈયાર કરી દેવાયો છે .
દર વર્ષે મહા પૂનમના દિવસે સંતરામ મંદિરમાં થતી સાકર વર્ષા માટે અગાઉથી જ આયોજન કરવામાં આવે છે . મોટી સંખ્યામાં ઉમટી પડતા ભક્તોમાં કોઈ સાકર, કોપરાનો પ્રસાદ લીધા વગર પાછુ ના જાય તે માટે ૮૦૦ કિલો સાકર અને ૪૦૦ કિલો કોપરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે .
આટલી મોટી માત્રામાં આવતા કોપરાને છુટુ કરી તેના ટુકડા કરી પ્રસાદ બનાવવાનો હોઈ સંતરામ મંદિરના ૨૦૦ થી વધુ ભક્તો દ્વારા ૪ દિવસ સુધી કામગીરી કરવામાં આવી હતી . મંદિરના પૂ.નિર્ગુણદાસજી મહારાજે જણાવ્યું હતું કે ૧૬ ફેબ્રુઆરીના રોજ મહા પૂનમ છે , જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે .