Western Times News

Gujarati News

આપણાં નજીકના લોકોનું વર્તન આપણાં વિચારોને દોરે છે

જો ધ્યાન ન રાખીએ તો એ આપણાં અંદર ઘુસી જાય છે

આપણને ચારેબાજુથી સુવાક્યો, સલાહો અને મોટિવેશન મળતા રહે છે. આમ કરવુ જાઈએ, આમ ન કરવુ જાઈએ, આ વાજબી છે અને આ ગેરવાજબી છે. ઘણું બધુ આપણે વાંચતા હોઈએ છીએ. બધી જ વાત માની લેવાની કંઈ જરૂર નથી. દરેક માણસે પોતાના નિયમો પોતે જ બનાવવા જાઈએ. પોતાની ધારણાં પોતે જ બાંધવી જાઈએ. તમારા આદર્શો, સિધ્ધાંતો અને તમારી સંવેદનાઓ તમે જ નકકી કરો. બધુ જુઓ, સાંભળો, વાંચો અને વિચારો પણ ખરા, છેલ્લે તમારી જાતને એવો સવાલ પૂછો કે આ મને ફાવે એમ છે ? હું એને અનુસરી શકુ એમ છુ ? મને આ શોભે છે ? મારે આ કરવું જોઈએ.?

આપણે આપણી રીતે કેટલું જીવતા હોઈએ છીએ? કોઈની માન્યતા કોઈની વાત અને કોઈનું વર્તન આપણાં પર કેટલું હાવી રહે છે ? દરેક માણસએ એ વિચારવું જાઈએ કે હું કેટલો કે કેટલી ‘ઓરિજિનલ’ છું ! ક્યારેક આપણાંથી કંઈક એવુ વર્તન થઈ જાય છે જયારે આપણને એમ થાય છે કે આવુ મારાથી કેમ થયુ ?

હું આવો નથી કે પછી હું આવી નથી. આપણાં પર સતત કોઈનો પ્રભાવ રહેતો હોય છે. આજુબાજુનું વાતાવરણ આપણને અસર કરે છે. આપણી નજીકના લોકોનું વર્તન આપણાં વિચારોને દોરે છે. જા ધ્યાન ન રાખીએ તો એ આપણી અંદર ઘૂસી જાય છે. આવુ થાય તો આપણે જાતા હોઈએ એવા નથી રહેતા. પણ જે હાવી થઈ જાય એના જેવા થઈ જઈએ છીએ. કોઈની વાત સાંભળવીએ એક વાત છે અને કોઈની વાત સાંભળીને એનું આધળુ અનુકરણ કરવુ એ તદન જુદી જ વાત છે.

આપણી આસપાસ સતત કંઈકને કંઈક ચાલતુ રહે છે બધું ખરાબ અયોગ્ય કે ગેરવાજબી હોય એવુ જરૂરી નથી. સ્વભાવિક બનવા જાગ છે કે એ સારૂ, ઉમદા અને વાજબી પણ હોય. આપણે એટલો ખ્યાલ રાખવાનો છે કે એ વાતને બરાબર માપીએ, તોળીએ અને સમજીએ આપણી પ્રકૃતિ અને આપણી જિંદગીને એ માફક આવે છે ?

આપણું દિલ એ વાતને માનવા તૈયાર છે ? જા જવાબ હા હોય તો જ એને આપણાં અંદર આવવા દેવુ જાઈએ. જા બહારથી જુદાજુદા કલર ઢોળાતા જ રહે તો આપણે આપણો મૂળ રંગ ખોઈ બેસીએ છીએ. છેલ્લે એ રંગ એવો કાળો થઈ જાય છે કે એના પછી આપણો ઓરિજિનલ કલર કયારેય ચઢતો જ નથી.

કોઈને પ્રેમ કરવામાં કોઈને નફરત કરવામાં કોઈ સાથે સારા સંબંધો રાખવામાં અને જિંદગી જીવવામાં પણ જા કેરફૂલ ન રહીએ તો આપણી ઓરિજિનાલીટી ગુમાવવાનો ખતરો રહે છે.

પ્રેમ કરવાની રીતમાં પણ ક્યારેક આપણે બીજા લોકો કે પ્રેમ વિશેના બીજાના ખ્યાલોને આંધળી રીતે અનુસરતા રહીએ છીએ. કોઈ સેલિબ્રિટીએ કંઈક કર્યુ તો આપણે પણ એવુ જ કરવા મંડીએ છીએ. આપણાં કપડાં પણ કયો ટ્રેન્ડ ચાલે છે તેના ઉપરથી નક્કી કરીએ છીએ. કેટલાંક લોકો તો એવુ વિચારે છે કે મને ગમે છે, મને ફાવે છે કે પછી મને સારૂ લાગે છે. ઘણાં તો વળી એવુ પણ વિચારે છે કે જમાના પ્રમાણે રહેવુ પડે. નહિતર બધાં આપણને આઉટડેટેડ માનવા લાગે.

ફોન તો અમુક જ વાપરવો, આપણાં સ્ટેટસ મુજબનું હોવુ જાઈએ. ઘણી વખત બીજા સ્ટેટસ મઈન્ટેન કરવામાં આપણે આપણું રિયલ સ્ટેટસ ગુમાવી દેતા હોઈએ છીએ. ફાવતુ ન હોય તો પણ ફવડાવીએ છીએ. દેખાડો કરીએ ત્યારે આપણે આપણાં જેવા પણ નથી દેખાતા હોતા. ટીવી સિરિયલોમાં પહેરે એવા કપડાં જ હવે લગ્નમાં પહેરાવા લાગ્યા છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ પણ કોઈના આધારે દોરવાતી થઈ ગઈ છે. નવું છે એટલે કરવુ પડે બધુ ! તમને ગમતુ હોય તો કરો, પણ કરવુ પડે એટલે કંઈ ન કરો.

માત્ર પ્રેમમાં જ નહીં નફરત કરવાની વાતમાં પણ બીજા કોઈ હાવી ન થઈ જાય એની કાળજી રાખવી પડતી હોય છે આપણે ઘણી વખત ‘સોશિયલ પ્રેશર’ને પણ ચલાવી લેતા હોઈએ છીએ. માતા-પિતા, વડીલ, સ્વજન કે મિત્રો કહે એ માની લઈએ છીએ. બીજા સામે બોલી શકતા નથી. બધા કહે એટલે તો કરવુ પડે ને? આવુ કહીને પણ આપણે જેવા હોઈએ એવા રહેતા નથી. કંઈપણ થાય એટલે એ વિચારવુ જાઈએ કે મને આ ગમે છે ? મારે નિર્ણય કરવાનો હોય તો હું આવો નિર્ણય કરું ? જા દિલ જરાયે ના પાડે તો એ ન કરવુ સુખી થવાનો એક રસ્તો એ છે કે આપણે આપણાં જેવુ રહીએ. જે ગમે તે જ કરો અને જે ન ગમે તે કોઈના પણ કહેવાથી ન જ કરો. આપણે બધી વાતોમાં બહુ સલાહો અને ઓપિનિયન માંગવા લાગીએ છીએ. અમુક લોકો તો એ હદ સુધી જાય છે કે કોઈક કહે એમ જ કરતાં હોય છે એની પોતાની કોઈ પસંદગી જ નથી રહેતી. તમે કોઈના માટે જીવો છો કે પોતાના માટે ? પોતાની વ્યક્તિને ગમે એવુ કરો એનો વાંધો નથી. પણ એ સ્વૈચ્છિક અને ગમતીલું હોવુ જાઈએ. કોઈ એકાદ વાતમાં માનો તો પણ વાંધો નથી બધી જ વાતમાં માનવુ એ થોડુક વિચિત્ર બની જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.