આ મહિને ભારત- પાકિસ્તાનના વિદેશ મંત્રી આમને-સામને આવશે
ઇસ્લામાબાદ: તજાકિસ્તાનની રાજધાની દુશાંબે ‘હાર્ટ ઓફ એશિયા’ના વિદેશ મંત્રીઓની બેઠક થવા જઈ રહી છે. ૩૦ માર્ચે થનારી આ બેઠકમાં ૧૫ દેશોના વિદેશ મંત્રી સામેલ થશે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને ત્યાના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા તરફથી ભારત સાથે શાંતિ વાર્તાની અપીલ બાદ આ મહિનાના અંતમાં બન્ને દેશોના વિદેશ મંત્રી આમને સામને હશે. તજાકિસ્તાનની રાજધાની દુશાંબે ‘હાર્ટ ઓફ એશિયા’ના વિદેશ મંત્રીઓની બેઠક થવા જઈ રહી છે.
૩૦ માર્ચે થનારી આ બેઠકમાં ૧૫ દેશોના વિદેશ મંત્રી સામેલ થશે.પાકિસ્તાનથી શાંતિ સંદેશાની વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક છે. સૂત્રોના જણાવ્યાનુંસાર આ બેઠક દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાના વિદેશમંત્રી મહમૂદ કુરૈશી સામિલ થશે. પરંતુ હજું સુધી બન્ને વિદેશો મંત્રીઓની વચ્ચે દ્વિપક્ષી વાર્તા પર કોઈ ર્નિણય નહીં થઈ શકે. ઘણા સમય બાદ બન્ને દેશોના વિદેશમંત્રી એક સાથે એક મંચ પર નજરે પડશે.
આ તરફ ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને સેના પ્રમુખ જનરલ બાજવાના નિવેદનનું સ્વાગત કર્યુ છે. સરકારના ઉચ્ચ સૂત્રોનું કહેવું છે કે મુદ્દાઓના શાંતિપૂર્ણ સમાધાન કરવા માટે આપવામાં આવેલા પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને સેના પ્રમુખ જનરલ બાજવાના નિવેદનો પોઝિટિવ છે અને ભારત સરકાર તેનું સ્વાગત કરે છે. બન્ને દેશોએ હાલમાં સીમા પર સંઘર્ષ વિરામ લાગૂ કર્યુ છે. આ બાદથી ભારતની નજર પાકિસ્તાનની ગતિવિધિઓ પર બનેલી છે.