આ મહિલાએ કરી બતાવ્યું એવું કામ કે થયો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભવ્ય વિજય
ખાંડીયા ગ્રામ પંચાયતની ચુટણીમાં નર્મદાબેન પરમારનો ભવ્ય વિજય
(પ્રતિનિધિ) શહેરા, શહેરા તાલૂકાની ખાંડીયા ગ્રામ પંચાયતના સરપંચપદે મહિલા ઉમેદવાર નર્મદાબેન પરમારનો ભવ્ય વિજય થયો છે.જેને લઈને સર્મથકો દ્વારા રેલી કાઢવામા આવી હતી.પોતાને વિજય બનાવા બદલ મતદારોનો પણ આભાર માન્યો હતો.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં ૫૬ જેટલી ગ્રામ પંચાયતની ચૂટણીઓની મતગણતરીનુ સમાપન થઈ ગયુ છે.જેમાં તમામ પંચાયતના સરપંચ અને વોર્ડસભ્યની ચૂટણીના પરિણામો આવી ગયા છે.સવારના નવ વાગ્યાથી શરૂ થયેલી ચૂટણીની મતગણતરી મોડી રાત્રે ૨ વાગ્યા સુધી ચાલી હતી.
શહેરા તાલૂકાની ખાંડીયા ગ્રામ પંચાયતની ચૂટણીનુ પરિણામ જાહેર થયુ હતૂ.જેમા મહિલા ઉમેદવાર તરીકે નર્મદાબેન રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો હતો.તેમનો વિજય થતા સર્મથકો દ્વારા વિજયોત્સવ મનાવ્યો હતો. ખાંડીયા તેમના નિવાસ સ્થાનેથી વિજયરેલી કાઢવામા આવી હતી.
જેમા ગ્રામજનો પણ જાેડાયા હતા. અને ડીજેના તાલે ઝુમ્યા હતા.વિજેતા ઉમેદવાર નર્મદાબેન પરમાર પણ તેમના પતિ રાજેન્દ્રસિંહ સાથે પોતાનો વિજય થતા ડીજેના તાલે ઝુમતા જાેવા મળ્યા હતા.સાથે ગ્રામજનો પણ ઝૂમતા જાેવા મળ્યા હતા.પોતાને જંગીબહુમતીથી જીતાડવા બદલ નર્મદાબેન પરમારે સૌ ગ્રામજનોનો આભાર માન્યો હતો.