સાસરિયાઓ ઘરમાં દારૂનો અડ્ડો ચલાવતા હતા, આજે મળ્યો નારી શક્તિ પુરસ્કાર

Ushaben Vasava, Narmada, Gujarat
ગુજરાતની આ મહિલાને મળ્યો ઓર્ગેનિક ફાર્મિંગમાં યોગદાન બદલ નારી શક્તિ પુરસ્કાર
નવી દિલ્હી, દર વર્ષે 8મી માર્ચે યોજાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ કોવિંદે 28 મહિલાઓને તેઓના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ નારી શકિત પુરસ્કાર આપ્યા છે.
વર્ષ 2020 ની 14 અને વર્ષ 2021ની 14 મહિલાઓને આ વર્ષે સાથે નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતના નિરંજનાબેન કલાર્થીને ગુજરાતી ભાષા અને આદિવાસી કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન બદલ તથા ઉષાબેન વસાવાને સજીવ ખેતીમાં યોગદાન બદલ નારી શક્તિ પુરસ્કાર અર્પણ કર્યો. મુખ્યમંત્રીશ્રીએ આ સિદ્ધિ બદલ બંને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતના નર્મદા જિલ્લાના આદિવાસી ખેડૂત અને કાર્યકર ઉષા વસાવાએ જણાવ્યું હતું કે, “જ્યારે મારા લગ્ન 17 વર્ષની ઉંમરે થયા ત્યારે મને ખબર નહોતી કે મારા સાસરિયાઓ તેમના ઘરમાં ગેરકાયદેસર દારૂનો અડ્ડો ચલાવતા હતા.
જ્યારે મને તેના વિશે ખબર પડી, ત્યારે હું જાણતી હતી કે, મારે મારા ઘરેથી પરિવર્તનની શરૂઆત કરવી પડશે. મારે તેને રોકવાની જરૂર હતી, પરંતુ મારામાં હિંમત નહોતી. આખા ગામમાં આવા જ દારૂના અડ્ડા ચાલતા હતા. હું એકલી તે કરી શકું તેમ ન હતી.”
The President, Ram Nath Kovind presented Nari Shakti Puraskar to Ushaben Dineshbhai Vasava for her contribution in organic farming. As a tribal activist in Gujarat, she has ensured land entitlements to 500 women. She provides training on fertiliser use & tech-based farming to women farmers.
ઉષાબેન દિનેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેણીએ અન્ય લોકો સાથે મળીને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ગેરકાયદેસર દારૂના અડ્ડા બંધ કરાવ્યા હતા. “અમે 2012 થી આદિવાસી મહિલાઓમાં જાગૃતિ ફેલાવીને લગભગ 500 મહિલાઓને જમીન માલિક બનવામાં પણ મદદ કરી અને ખેતીમાં ટેકનોલીજી અને ખાતરનો ઉપયોગ કરીને મહિલાઓને સશક્ત કરી,” તેણીએ ઉમેર્યું.
Nari Shakti Puraskar 2020 Winners List
S.no. | Name of Awardee | Category |
1. | Anita Gupta | Individual |
2. | Arti Rana | Individual |
3. | Dr. Ela Lodh | Individual |
4. | Jaya Muthu & Tejamma | Individual |
5. | Jodhaiya Bai Baiga | Individual |
6. | Meera Thakur | Individual |
7. | Nasira Akhter, Kulgam | Individual |
8. | Nivruti Rai | Individual |
9. | Padma Yangchan | Individual |
10. | Sandhya Dhar | Individual |
11. | Saylee Nandkishor Agavane | Individual |
12. | Tiffany Brar | Individual |
13. | Ushaben Dineshbhai Vasava | Individual |
14. | Vanita Jagdeo Borade | Individual |
Nari Shakti Puraskar 2021 Winners List
S.no | Name of Awardee | Category |
1. | Anshul Malhotra | Individual |
2. | Batool Begam | Individual |
3. | Kamal Kumbhar | Individual |
4. | Madhulika Ramteke | Individual |
5. | Neena Gupta | Individual |
6. | Neerja Madhav | Individual |
7. | Niranjanaben Mukulbhai Kalarthi | Individual |
8. | Pooja Sharma | Individual |
9. | Radhika Menon | Individual |
10. | Sathupati Prasanna Sree | Individual |
11. | Shobha Gasti | Individual |
12. | Sruti Mohapatra | Individual |
13. | Tage Rita Takhe | Individual |
14. | Thara Rangaswamy | Individual |