આ મહિલા એક દિવસમાં તેના 9 બાળકોના ૧૦૦ ડાયપર બદલે છે
નવી દિલ્હી, મોરક્કોના કેસાબ્લેન્માં અઈન બોરજા ક્લિનિકમાં નવમ બાળકને જન્મ આપી ર૬ વર્ષની હલિમા સિસેએ વિશ્વવિક્રમ બનાવ્યો હતો. તેણે આ અવસરે પોતાના અનુભવો વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતુંકે, એક બાળકને જન્મ આપવો પણ ખૂબ કઠિન છે ત્યારે નવમા બાળકને જન્મ આપવાની કલ્પના પણ ન કરી શકાય.
હું મેડિકલ ટીમની ખૂબ આભારી છુ. જેમણે મારી ડિલીવરી માગે ખુબ મહેનત કરી હતી. Woman from Mali gave birth to a world record-breaking Nonuplets (9 children) at the Ain Borja clinic in Casablanca, Morocco on May 5, 2021. Her name is Halima Cisse.
હલિમા સિસેએ જણાવ્યું હતું કે મારા બાળકોના નામ ઓમર, એલહાદવિ, બહા અને મુહમ્મદ છે જ્યારે બાળકીઓના નામ અદમા, ઓમુ, હવા, ખદિજા અને ફાતિમા છે. સિસે એક દિવસમાં ૧૦૦ ડાયપર બદલે છે. ઉપરંત પોતાના બાળકોને દૈનિક છ લિટર દૂધ પીવડાવે છે. તેણે જણાવ્યું હતું કે આટલા બાળકોની સંભાળ રાખતાં હું ખૂબ જ થાકી જાઉ છું.
જાે કે તેણે ફરી પોતાની તાકાત મેળવી લીધી છે. બાળકને જન્મ આપવાના સમયને યાદ કરતાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે બાળકનો જન્મ થયો ત્યારેમારા મનમાં ઘણાં સવાલ પેદા થયા હતા. શું થઈ રહ્યું છે તે વાતથી વાકેફ હતી. મારી બહેને મારો હાથ પકડી રાખ્યો હતો. જાેદ કે હું તે જ વિચારતી હતી કે, હું બાળકોની સંભાળ કેવી રીતે રાખીશ. મને કોણ મદદ કરશે.
ડોક્ટરોએ કહ્યું હતું કે, સીસેના પેુટનો વજન ૩૦ કિ.ગ્રા. છે.બાળકને જન્મ આપતી વખતે વધુ પ્રમાણમાં લોહી નીકળી જતાં તે લગભગ મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી.
સિસેના ૩પ વર્ષીય જીવનસાથી કાદર આરબી કોરોના નિયંત્રણોને કારણે નવમી જુલાઈના રોજ મોરોક્કો પહોંચ્યા હતા. નવમાં બાળકને કેટલાક સમય માટે એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું હતું. સંભાળ રાખવાનું બીલ લગભગ રૂા. ૧૦.૩ કરોડ થયું હતું. પણ હવે સદ્ભાગ્યે તેની તબિયત સ્વસ્થ છે અને તેનું વજન પણવધી ગયું છે. હલિમા સિસે ટૂંક સમયમાં માલિ પરત ફરશે.