Western Times News

Gujarati News

આ યુવાન આફતને અવસરમા પલટાવી રહ્યો છે? કે રોડના ખાડાના પાણીથી રોડનુ જ નાહી રહ્યો છે?

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, એક હળવુ ઝાપટુ આવે કે દેશના રોડ-રસ્તાઓ, ધોવાઈ-ખાડા પડી કે મસ મોટા ભુવા પડી તેના નબળા કામની ચાડી ખાવા લાગતા હોય છે.જયારે, આ વર્ષે તો મેઘરાજા કાઈક વિશેષ મહેર (કે કેહર) વર્ષાવી છે.ત્યારે,તંત્ર અને તાંંત્રીકો(કોન્ટ્રાકટરો)ની લોલમલોલ-પોલમપોલ ખુલ્લી પાડી રહ્યા છે.આવા સંજોગોમા જન સામાન્ય આને દરેક ચોમાસામા બનતી સ્વાભાવિક પ્રકીયા તરીકે પોતાના જીવનમા વણાય ગયેલ ક્રમ તરીકે,આવી મુશ્કેલીઓને મન-એ-ક મન એ સ્વીકારી લેતા થઈ ગયા છે.

જયારે,કોઈ ફરીયાદી બનવા કરતા આવી આફતોને અવસરમા પલટાવી જીવનની મોજ લુંટી લેતા હોય છે.છેલ્લા કેટલાય દિવસોથી સોશ્યલ મિડીયામા વાયરલ થયેલ એક તસ્વીર વારંમવાર મારી નજરે ચડી રહી છે,

તસ્વીર ક્યાંની છે કે તસ્વીરકાર અંગેની કોઈપણ માહિતી વગરની આ તસ્વીર હાલ તૉ વિવિધ કેપ્સન સાથે ધૂમ મચાવી રહી છે,જે વાંચકોને એક સવાલ સાથે અહી પ્રસ્તુત છે,સાલ્લુ એ વાતની ખબર નથી પડતી કે આ યુવાન રોડ પરના ખાડાના પાણીથી નાહિ આફતને અવસરમા પલટાવી રહયો છે? કે પછી આ રોડ પરના ખાડાના પાણીથી રોડનુ જ નાહી રહ્યો છે? (તસ્વીર-અજ્ઞાત,લેખન-જીજ્ઞેશ રાવલ,હળવદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.