આ રાજ્યમાં સરકારી કચેરીઓમાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ લાગ્યો
સરકારી કચેરીઓમાં કર્મચારી-અધિકારીઓ સરકારી વાતચીત માટે લેન્ડલાઇનનો ઉપયોગ કરશે. તેમને મોબાઇલનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મુંબઇ, મહારાષ્ટ્ર સરકારે સરકારી કચેરીઓના કર્મચારીઓ-અધિકારીઓના મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે પોતાના આદેશમાં જણાવ્યું છે કે જાે કોઇને ફોન પર વાત કરવી હોય તો તેણે લેન્ડલાઇનનો ઉપયોગ કરવો.ઉદ્ધવ ઠાકરે સરકાર તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં જણાવાયું છે
કે સરકારી કચેરીઓમાં કર્મચારી-અધિકારીઓ સરકારી વાતચીત માટે લેન્ડલાઇનનો ઉપયોગ કરશે. તેમને મોબાઇલનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જાે અત્યંત જરૂરી હોય ત્યારે મોબાઇલ પર વાતચીત કરો. અન્યથા લેન્ડલાઇનનો જ ઉપયોગ કરો. જાે કોઇ કારણસર મોબાઇલનો ઉપયોગ કરવો પડતો હોય તો એ વાતથી સતર્ક રહો કે તમારી આસપાસ કોઇ ઊભું છે. પેગાસસ સ્પાયવેર મુદ્દે દેશમાં ભારે વિવાદ થઇ રહ્યો છે. એવામાં સરકારના આ આદેશને યોગ્ય પગલું માનવામાં આવી રહ્યું છે.
સામાન્ય પ્રશાસન વિભાગ દ્વારા જારી એક આદેશમાં જણાવાયું છે કે સત્તાવાર કામ માટે જરૂરી હોય તો જ મોબાઇલનો ઉપયોગ કરવો જાેઇએ. કચેરીઓમાં મોબાઇલનો વધુ પડતો ઉપયોગ સરકારની છબિ ખરડી રહ્યો છે. જાે મોબાઇલનો ઉપયોગ કરવો હોય તો ટેકસ્ટ મેસેજ સૌથી વધુ કરવા જાેઇએ અને આ ઉપકરણો થકી ઓછામાં ઓછી વાતચીત થવી જાેઇએ.
સરકારે જણાવ્યું છે કે કામના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સીમિત હોવો જાેઇએ. આદેશમાં જણાવાયું છે કે મોબાઇલ પર અંગત કૉલનો જવાબ કચેરીની બહાર જઇને આપવો જાેઇએ. મોબાઇલ પર વાતચીત કરતી વખતે આસપાસના લોકોને ધ્યાનમાં રાખીને તમારો અવાજ ધીમો હોવો જાેઇએ. સત્તાવાર મીટિંગ દરમિયાન મોબાઇલ સાઇલેન્ડ મોડ પર હોવો જાેઇએ.