આ લોકોએ દેશની સંપત્તિ લૂટી, ક્રિમિનલ કેસને રાજકીય બનાવવાનો પ્રયાસ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
સુરત, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની નોટિસ બાદ દેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા,
જેના જવાબમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ પ્રપેસ કોન્ફરન્સ કરી પોતાનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કોંગ્રેસ પર થયેલા ક્રિમિનલ કેસને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો હોવાની વાત કરવામાં આવી છે, આ સિવાય તેમણે કહ્યું કે, ઈડીની નોટિસ બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હવે ડરી ગયા છે તેમ પણ જણાવ્યું હતુ.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે કોંગ્રેસ પર પલટ વાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઈડીની નોટિસ બાદ ગભરાઈ ગયા છે. કોંગ્રેસ એક ક્રિમિનલ કેસને રાજકીય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે, આ લોકોએ દેશની સંપત્તિ લૂટી છે. પોતે જે ખોટુ કર્યું છે, તેને છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દેશના કરોડો રૂપિયા હડપવાનો પ્રયાસ કર્યો છે. અને ઈડી પાસે જઈ જવાબ આપવાને બદલે દેશના લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ આજે ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. થયું હતું. ૨૦૦૨થી ૨૦૧૨ સુધી કોંગ્રેસે આ અખબારને રૂ. ૯૦ કરોડ ૧૦૦ હપ્તામાં ઉધાર આપ્યા હતા. રાજકીય પક્ષ આ રીતે ઉધાર ન આપી શકે તેવો કોઈ નિયમ નથી.
આ ઉપરાંત ચૂંટણી પંચે પણ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને જવાબ આપ્યો હતો કે કોઈ ખોટું નથી. કંઈ ખોટું ન થયું હોવા છતાં હેડલાઇન બનાવવા અને મુદ્દો ભડકાવવા નોટીસ મોકલવામાં આવી છે. એ અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે જે અવાજથી નરેન્દ્ર મોદી ડરે છે. મે ઘણા નેતા જાેયા છે પણ મોદી જેવા કાયર નેતા નથી જાેયા. નરેન્દ્ર મોદી કેટલા પણ ષડયંત્ર કરે પણ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ડરશે નહિં.
હકીકતમાં, ગાંધી પરિવાર સાથે સંબંધિત આ નેશનલ હેરાલ્ડ કેસમાં ઘણા ગંભીર આરોપો છે. આ કેસ ઇક્વિટી ટ્રાન્ઝેક્શનથી સંબંધિત છે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી પર માત્ર રૂ. ૫૦ લાખ ચૂકવીને એસોસિએટેડ જર્નલ્સની રૂ. ૨,૦૦૦ કરોડથી વધુની સંપત્તિનો ગેરઉપયોગ કરવાનો આરોપ છે.