આ વખતે અલગ અંદાજમાં જાેવા મળશે બિગ બોસ
મુંબઈ: નાના પડદાનો સૌથી મોટો રિયાલિટી ટીવી શો બિગ બોસ સીઝન ૧૫ માટે ફેન્સ ઉત્સાહી છે. ઈદના ખાસ અવસરે સુપરસ્ટાર સલમાન ખાને પોતાના ફેન્સને ઈદી આપતા શોનો પ્રથમ પ્રોમો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન પોતાના અનોખા અંદાજમાં હસ્તો જાેવા મળી રહ્યો છે.
પ્રોમો વીડિયોમાં સલમાન ખાને ફેન્સને અનેક હિંટ આપી છે પરંતુ સાથે કેટલીક વાતોમાં કન્ફ્યૂઝ કરી દીધા છે. હકીકતમાં સલમાન ખાને પ્રોમો વીડિયોમાં કહ્યુ કે, આ વખતની સીઝન એવી હશે કે આ ટીવી પર બેન થઈ જશે. સલમાન ખાન દ્વારા શેર કરવામાં આવેલ બિગ બોસનો આ પ્રથમ પ્રોમો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં સલમાન ખાને કહ્યુ- આ વખતનું બિગ બોસ એટલું ક્રેઝી, એટલું ઓવર ધ ટોપ, ટીવી પર તો બેન થઈ જશે. ત્યારબાદ પાછળથી એક વોયસ ઓવર આવે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બિગ બોસની મજા પ્રથમવાર પર વૂટની સાથે. ટીવીથી છ સપ્તાહ પહેલા તેનું પ્રસારણ ઓટીટી પર શરૂ કરી દેવામાં આવશે. મહત્વનું છે કે મેકર્સ શો દ્વારા એપ્લિકેશનને પ્રમોટ કરવા ઈચ્છે છે.
વીડિયોમાં સલમાન ખાને કહ્યુ- ટીવી પર હું હોસ્ટ કરીશ. બૂટમાં, સૂટમાં, જેથી તમે સૌથી પહેલા જૂઓ વૂટ પર. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે તેને સલમાન ખાનનું ર્ં્્ ડેબ્યૂ ન કહી શકાય. એટલે કે સલમાન ખાન ઓટીટી પર આ શોને હોસ્ટ કરતો જાેવા મળશે નહીં. પરંતુ એટલું સ્પષ્ટ છે કે શોની શરૂઆત પહેલા ઓટીટી પર થશે.