આ વર્ષના અંત સુધીમાં સૌને આપી દેવાશે કોરોના વેક્સીન : કેન્દ્ર સરકાર
નવીદિલ્હી: કોરોના વેક્સીનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના દરેક નાગરિકને વેક્સીન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ વર્ષના અંત સુધીમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સીન આપવાનું કામ પૂરું થઈ જશે.
નોંધનીય છે કે, મામલાની સુનાવણી જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચ કરી રહી છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, ટાસ્ક ફોર્સનો રિપોર્ટ લગભગ પૂરો થઈ ચૂક્યો છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. તેની પર જસ્ટિસ ભટે કહ્યું કે, હું જે એક માત્ર સમસ્યા રજૂ કરી રહ્યો છું, તે સમગ્ર દેશને વેક્સીન ઉપલબ્ધ કરાવવાને લઈને છે. માત્ર એક ચીજ જેને આપણે સંબોધિત કરવા માંગીએ છીએ છે તે છે મૂલ્ય નિર્ધારણ નીતિ. તમે રાજ્યોને એક બીજા સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે કહી રહ્યા છો.
તેની પર સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે, કોઈ પ્રતિસ્પર્ધા નથી. કેટલાક રાજ્ય વધુ ચૂકવણી કરે છે અને વધુ પ્રાપ્ત કરે છે અને કેટલાક ઓછી ચૂકવણી કરે છે અને ઓછી પ્રાપ્ત કરે છે, એવું નથી. તેની પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, વેક્સીનની ખરીદી માટે વિભિન્ન નગર નિગમ વૈશ્વિક અરજીઓ જાહેર કરી રહ્યા છે. શું આ જ કેન્દ્રની નીતિ છે?
તેની પર સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે, અનેક રાજ્યોએ વેક્સીન માટે ગ્લોબલ ટેન્ડર ઇશ્યૂ કર્યા છે પરંતુ વેક્સીન બનાવનારી કંપનીઓ જેમકે ફાઇઝર કે અન્યની પોતાની પોલિસી છે તે સીધી દેશ સાથે વાત કરે છે, રાજ્ય સાથે વાત નથી કરતી. તમે રાજ્યોને વેક્સીન ખરીદવાનું કહી રહ્યા છો અને એક બીજા સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે કહી રહ્યા છે.