Western Times News

Gujarati News

આ વર્ષની સૌથી મોટી એકશન એન્ટરટેઈનર ફિલ્મમાં હૃતિક, ટાઈગર વચ્ચે જમીન, બરફ, સમુદ્ર અને હવામાં લડાઈ!

દુનિયાના 4 ટોપ ડાયરેક્ટરોને ભારતીય ફિલ્મ માટે સૌથી ભવ્ય વિઝયુઅલ અજાયબી નિર્માણ કરવા માટે રોકવામાં આવ્યા છે. આપણી પેઢીના બે સૌથી મોટા એકશન સુપરસ્ટાર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફ વાયઆરએફના બહુપ્રતિક્ષિત, ભવ્ય એકશન એન્ટરટેઈનર યુદ્ધમાં એકબીજા સામે ટકરાશે. અને અમને એવું જાણવા મળ્યું છે કે આમાં ઘણા બધા વ્યાપક શોડાઉન, વિશાળ એકશન અજાયબીઓ રહેશે, જે દુનિયાભરના 4 મોટા એકશન ડાયરેક્ટરો દ્વારા કોરિયોગ્રાફી કરાયા છે.

આપણે ટાઈગર સાથે હૃતિક બાથ ભીડશે એવો વિચાર કરીએ ત્યારે ફિલ્મ દર્શકો માટે દેખીતી રીતે જ ભવ્ય બની રહેશે અને અમે લોકોને રોમાંચનો અહેસાસ કરાવવા સાથે એકશન અનુભવ પ્રદાન કરવા માગીએ છીએ. અમારી પાસે દુનિયાના અલગ અલગ ભાગના ચાર ટોપ એકશન ડાયરેક્ટર છે, સજેમાં પોલ જેનિંગ્સ, ફ્રાન્ઝ સ્ફિહાસ, સીયંગ ઓહ અને પરવેઝ શેખનો સમાવેશ થાય છે, જે સર્વ અગાઉ ક્યારેય નહીં જોયા હોય તેવા એકશન સ્ટંટ્સ સાથે શ્વાસ થંભાવી દેનારી કોરિયોગ્રાફી સાથે અલગ અલગ પ્રકારની અજાયબીઓ નિર્માણ કરવામાં નિષ્ણાત છે. હૃતિક અને ટાઈગર ધરતી, સમુદ્ર, બરફ અને હવામાં એકબીજા સાથે લડતા જોવા મળશે. અમે દર્શકોને વ્યૂહાત્મક રીતે આ ભવ્ય એકશનની પળો જાહેર કરીશું, એમ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ કહે છે.

પોલ જેનિંગ્સે બોલીવૂડની એકશન અજાયબીઓ ક્રિશિયન બેલે અભિનિત ધ ડાર્ક નાઈટ, ડ્વેઈન જોન્સન અભિનિત સાન એન્ડ્રિયાઝ, ટોમ ક્રુઝ અભિનિત જેક રીચર અને ગેમ ઓફ થ્રોન્સ બનાવી છે. સાઉથ કોરિયા માસ્ટર એકશન ડાયરેક્ટર સીયંગ ઓહ હાથોથી લડાઈનાં ઉત્કૃષ્ટ દશ્યો તૈયાર કરવા માટે માહેર છે. તેમણે એવેન્જર્સઃ એજ ઓફ અલ્ટ્રોન, પોકેમોન એક્સવાય, સ્નોપર્સર વગેરે ફિલ્મોમાં કામ કર્યું છે. ફ્રાન્ઝ સ્પિહોસે ડેન્ઝલ વોશિંગ્ટન અને રાયન રેનોલ્ડ્સ અભિનિત સેફ હાઉસ, આઈ ઈન ધ સ્કાય, ડેથ રેસ વગેરે ફિલ્મો બનાવી છે, જ્યારે પરવેઝ શેખે ટાઈગર ઝિંદા હૈ, જંગલી, કેસરી, મેરી કોમ વગેરે જેવી બોલીવૂડની મોટી ફિલ્મો બનાવી છે.

વર્ષની આ સૌથી મોટી એકશન એન્ટરટેઈનર ફિલ્મમાં હૃતિક અને ટાઈગર જીવલેણ એકશન સ્ટંટ્સ કરવા માટે પોતાના શરીરના મર્યાદાઓને પણ પાર કરશે. આ લડાઈ જોવા માટે અજાયબી બની રહેશે, જેમાં હૃતિક અને ટાઈગર એકબીજાને મારવા એકધાર્યા પ્રયાસ કરે છે તે જોવાની તેમના ચાહકોને બહુ મજા આવશે.

યશ રાજ ફિલ્મ્સ નિર્મિત, આ બહુચર્ચિત ફિલ્મમાં હૃતિક રોશનની સામે વાની કપૂર છે. ફિલ્મ હિંદી, તમિળ, તેલુગુમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતીની રાષ્ટ્રીય રજાના દિવસથી રિલીઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.