આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ૨૬ ડિસેમ્બરે જોવા મળશે
નવીદલ્હી, ૨૦૧૯ નું છેલ્લુ સૂર્યગ્રહણ જલ્દી જોવા મળશે. આ સૂર્યગ્રહણ ૨૬ ડિસેમ્બરે દેખાશે. આ સૂર્યગ્રહણ આ વર્ષનું ત્રીજુ અને અંતિમ સૂર્યગ્રહણ હશે. આ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ ૬ જાન્યુઆરીએ તેમજ બીજુ ૨ જુલાઇએ દેખાયું હતું. જો કે ડિસેમ્બર જે સૂર્યગ્રહણ જોવા મળશે તે ઘણી બાબતોને લઇને મહત્વપૂર્ણ રહેશે. આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ એક આગની વીંટીની જેમ નજર આવશે. વૈજ્ઞાનિકોએ તેને ‘ રિંગ ઓફ ફાયર ‘ નું નામ આપ્યું છે. આ ગ્રહણમાં માત્ર સુરજનો મધ્ય ભાગ જ શેડ ઝોનમાં આવે છે જ્યારે સૂર્યની બહારનો ક્ષેત્ર પ્રકાશિત રહે છે. ૨૦૧૯નું અંતિમ સૂર્યગ્રહણ ભારત, સાઉદી અરબ, કતર, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, સુમાત્રા, મલેશિયા, ફિલીપાઇન્સ, સિંગાપોર અને ગુઆમમાં જોવા મળશે. આ સિવાય એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના અન્ય ભાગમાં આંશિક ગ્રહણ જોવા મળશે.
આ વર્ષનું અંતિમ ગ્રહણ સૂતક કાળ ૨૫ ડિસેમ્બરની સાંજે ૫ વાગે અને ૩૨ મીનિટે શરૂ થશે. સૂતક લાગ્યા પછી કોઇપણ પ્રકારનું શુભકાર્ય કરી શકાશે નહીં. સૂતક લાગ્યા બાદ મંદિરોના કપાટ પણ બંધ કરી દેવામાં આવે છે. સૂતક દરમિયાન કોઇપણ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવતાં નથી. સૂર્ય ગ્રહણ ૨૬ ડિસેમ્બરની સાંજે ૦૭ વાગ્યાને ૫૩ મીનિટથી શરૂ થઇને રાતે ૧ વાગ્યાને ૩૫ મીનિટ સુધી ચાલશે. એવુ માનવામાં આવે છે કે સૂર્યગ્રહણના સમયે સૂર્યમાંથી કેટલીક હાનિકારક કિરણો નીકળે છે. સૂર્યગ્રહણના સમયે કોઇપણ ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઇએ.