આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ૧૦ જુને જાેવા મળશે
નવીદિલ્હી: વર્ષ ૨૦૨૧નું પહેલું સૂર્યગ્રહણ ૧૦ જુના રોજ જાેવા મળશે કહેવાય છે કે આ ગ્રહણ એક રિંગ ઓફ ફાયર એટલે કે વલયાકાર સૂર્ય ગ્રહણ હશે એટલે કે ગ્રહણના સમયે કેટલાક હિસ્સામાં રિંગ ઓફ ફાયર બનતી જાેવા મળશે ગ્રહણ દરમિયાન ચંદ્રમા સૂર્યના લગભગ ૯૭ ટકા હિસ્સાને કવર કરશે એ યાદ રહે કે આ વર્ષનું બીજી ગ્રહણ છે પરંતુ એ પણ ભારતમાં નજરે પડશે નહીં ભારતમાં આ સૂર્ય ગ્રહણ જાેવા મળશે નહીં. આ પહેલા ૨૬ મેના રોજ ચંદ્રગ્રહણ આવ્યું હતું પરંતુ તે પણ ભારતમાં નજરે આવ્યું ન હતું.
ઉત્તર પૂર્વ યુએસ અને પૂર્વ કેનેડામાં લોકો એક આંશિક સૂર્ય ગ્રહણ જાેઇ શકશે ઉત્તરી કેનેડા ગ્રીનલૈંડ અને રશિયાના લોકો સૂર્ય ગ્રહણ જાેઇ શકશે જયારે રિંગ ઓફ ફાયરનું અદ્ભવનનો નજારો જાેવા મળશે ઉત્તરી ઓટારિયો અને કયુબેંકના એક નાના વિસ્તારમાં રિંગ ઓફ ફાયર જાેવા મળશે. જયારે સ્પેન જર્મની યુનાઇટેડ કિંગડમ ફ્રાંસ અને સ્કૈંડિનેવિયા સહિત ઉત્તર યુરોપમાં રહેનારા લોકો આંશિક સૂર્ય ગ્રહણ જાેઇ શકશે ૧૦ જુને સૂર્ય ગ્રહણ બપોરના ૧.૪૨ કલાકે શરૂ થશે અને સાંજે ૬.૪૧ સુધી રહેશે ભારતમાં સૂર્ય ગ્રહણ જાેવા મળશે નહીં આથી સુતક કાળા માન્ય ગણાશે નહીં આથી મંદિરોના દરવાજા પણ બંધ કરાશે નહીં સામાન્ય રીતે ગ્રહણ શરૂ થવાના આઠ કલાક પહેલા સુતક કાળ ગણવામાં આવે છે અને મંદિરોના દરવાજા બંધ રખાય છે.