આ વર્ષે અભિનેતા વિક્રાંત મેસી પણ લગ્ન કરવાનો છે
મુંબઈ, ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પાછલા થોડા સમયથી જાણે લગ્નગાળો ચાલી રહ્યો છે. રાજકુમાર રાવ-પત્રલેખા, વિકી કૌશલ- કેટરિના કૈફ, અંકિતા લોખંડે પછી તાજેતરમાં જ ટીવીની નાગિન તરીકે ઓળખાતી મૌની રોય લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.
મૌની રોયે ગોવામાં સુરજ નામ્બિયાર સાથે પોતાના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા. અને હવે કરિશ્મા તન્નાના લગ્ન ચાલી રહ્યા છે. આ દરમિયાન એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અભિનેતા વિક્રાંત મૈસી પણ આ જ વર્ષે લગ્ન કરવાનો છે.
છપાક, ૧૪ ફેરે, હસીન દિલરુબા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલો વિક્રાંત મૈસી પોતાની મંગેતર શીતક ઠાકુર સાથે આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. વિક્રાંત અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ગેસલાઈટ માટે શૂટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન પણ છે. ફિલ્મનું શૂટિંગ સમાપ્ત કર્યા પછી વિક્રાંત મૈસી શીતલ સાથે લગ્ન કરશે.
ઉલ્લેખનયી છે કે વિક્રાંત મૈસી અનેક સારી ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કરી ચૂક્યો છે. તેણે લૂટેરા ફિલ્મમાં રણવીર સિંહ સાથે પણ કામ કર્યુ હતું. હસીન દિલરુબામાં તેણે તાપસી પન્નુ સાથે કામ કર્યું હતું. મિરઝાપુર વેબ સીરિઝમાં તેના કામના વખાણ કરવામાં આવ્યા હતા.
તેણે ટીવીની લોકપ્રિય સીરિયલ બાલિકા વધુથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારપછી તે ધર્મ વીર, બાબા એસો વર ઢૂંઢો, કબૂલ હૈ જેવી હિટ સિરિયલ્સમાં જાેવા મળ્યો હતો. તેણે વર્ષ ૨૦૧૯માં શીતલ સાથે સગાઈ કરી હતી. ત્યારપછી કોરોના મહામારીને કારણે તેમના લગ્ન સતત ટળતા ગયા. વર્ષ ૨૦૧૫થી શીતલ અને વિક્રાંત એકબીજાને ડેટ કરી રહ્યા છે.
૨૮મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વિક્રાંત મેસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. તેમાં શીતલ વિક્રાંતના પરિવાર સાથે ગૃહપ્રવેશની પૂજા કરતી જણાઈ રહી હતી. વિક્રાંતે આ તસવીર શેર કરીને લખ્યું કે, મારી હ્યુમન મોદક અને બેટર હાફ. આ સાથે જ તેણે ખુલાસો કરતાં લખ્યુ હતું કે, હજી મારા લગ્ન નથી થયા. તમારી શુભકામનાઓ સંભાળીને રાખો.
વિક્રાંતે કહ્યુ હતું કે, જાે લોકડાઉન લાગુ ના થયું હોત તો મારા લગ્ન થઈ ગયા હોતા. મારા અને શીતલના લગ્ન વર્ષ ૨૦૨૦માં થવાના હતા. તે સમયે વિક્રાંતે કહ્યુ હતું કે વર્ષ ૨૦૨૧માં તે લગ્ન કરી લેશે. પરંતુ ૨૦૨૧માં પણ કોરોનાની બીજી લહેરને કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. આ કારણોસર વિક્રાંતના લગ્ન પાછળ ઠેલવાતા ગયા. અને હવે ફરી એવી જાણકારી મળી રહી છે કે, આ વર્ષના અંત સુધીમાં તો અભિનેતા શીતલ સાથે લગ્ન કરી જ લેશે.SSS