Western Times News

Gujarati News

આ વર્ષે કોહલીએ વન-ડેમાં એકપણ સદી ફટકારી નથી

નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે કેનબરાના ઓવલમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ૬૩ રન બનાવી જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. ત્રણ મેચની શ્રેણીમાં કોહલી ત્રણેય વખત હેઝલવુડનો શિકાર બન્યો છે. આટલું જ નહીં ૨૦૦૮માં ડેબ્યૂ કર્યા પછી પ્રથમ વખત કોહલી એક કેલેન્ડર વર્ષમાં વન-ડેમાં એકપણ સદી ફટકારી શક્યો નથી.

આ વર્ષે કોહલીએ વન-ડેમાં એકપણ સદી ફટકારી નથી. આ વર્ષે ટીમ ઇન્ડિયાની આ અંતિમ વન-ડે મેચ છે. બીજી વન-ડેમાં કોહલી સદીની ઘણો નજીક પહોંચી ગયો હતો પણ ૮૯ રને હેઝલવુડનો શિકાર બન્યો હતો.

કોહલીએ ૨૦૦૮માં વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તે ૫ ઇનિંગ્સ રમ્યો હતો અને એકપણ સદી ફટકારી ન હતી. આ પછી તેણે દરેક વર્ષમાં વન-ડે ક્રિકેટમાં સદી ફટકારી છે. સૌથી વધારે સદી કોહલીએ ૨૦૧૭ અને ૨૦૧૮માં ફટકારી હતી. ૨૦૧૭માં કોહલીએ ૨૬ ઇનિંગ્સમાં ૬ સદી અને ૨૦૧૮માં ૧૪ ઇનિંગ્સમાં ૬ સદી ફટકારી હતી.

કોહલીએ ૨૦૦૮માં સદી ફટકારી ન હતી. આ પછી ૨૦૦૯માં ૧ સદી, ૨૦૧૦માં ૩ સદી, ૨૦૧૧માં ૪ સદી, ૨૦૧૨માં ૫ સદી, ૨૦૧૩માં ૪ સદી, ૨૦૧૪માં ૪ સદી, ૨૦૧૫માં ૨ સદી, ૨૦૧૬માં ૩ સદી, ૨૦૧૭માં ૬ સદી, ૨૦૧૮માં ૬ સદી, ૨૦૧૯માં ૫ સદી, ૨૦૨૦માં ૦ સદી ફટકારી છે.

કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ઘરેલું વન-ડે શ્રેણી રમીને આ વર્ષની શરૂઆત કરી હતી. આ પછી ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી અને પછી કોરોનાના કારણે ક્રિકેટ થોડાક મહિના માટે બંધ થયું હતું. ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી કોરોના પછી ટીમ ઇન્ડિયાની પ્રથમ શ્રેણી છે. કોહલીએ ત્રીજી વન-ડેમાં સૌથી ઝડપી ૧૨ હજાર રન પુરા કરવાની સિદ્ધિ મેળવી છે. વિરાટે ૨૪૨ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. સચિને ૩૦૦ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.