Western Times News

Gujarati News

આ વર્ષે ચોમાસું વહેલું આવશે ઉનાળાની અસહ્ય ગરમી દૂર થશે

નવીદિલ્હી, દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હોળી પછી તરત જ એકાએક પારો ઉંચો જવા લાગ્યો છે સાથે ગરમી અને લૂનો કેર ફેલાઈ રહ્યો છે પરંતુ આ આગ ઝરતી ગરમીમાંથી લોકોને જલ્દી રાહત મળી શકશે.

હવામાન વિભાગનું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસુ થોડું વહેલું શરૂ થશે તેથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બંગાળ સહિત કેટલાયે રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે.

હવામાન વિભાગની પુના સ્થિત મુખ્ય લેબોરેટરી દ્વારા લાંબા સમયની નોંધો ઉપરથી તૈયાર કરાયેલા મલ્ટી મોડેલ, એક્સટેન્ડેડ રેન્જ, પ્રિડિક્શન સિસ્ટમનો ઉપયોગ કરી આ અનુમાન આપ્યું છે.

આઇઆઇટીએમના ટોપ એક્સપર્ટે કહ્યું છે કે ૫ મેથી ૧ જૂન સુધીમાં જે અનુમાન લગાડાયું છે તે પ્રમાણે ૨૦મી મે પછી કોઈ પણ સમયે કેરળના સમુદ્રતટના વિસ્તારમાં ચોમાસુ શરૂ થઈ જશે. કેરળમાં ૧૯મી થી ૨૫ એપ્રિલ વચ્ચે વરસાદ થઈ શકે.

આ વર્ષે વહેલો વરસાદ શરૂ થવા સંભવ છે. સામાન્યતઃ કેરળમાં ચોમાસુ ૧લી જૂનથી શરૂ થાય છે અને ૧૫થી ૨૦ જુન સુધીમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસુ શરૂ થઈ જાય છે.

પરંતુ દિલ્હી, એન.સી.આર. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ અને મધ્ય પ્રદેશ સહિત પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમી પડવા સંભવ છે. સાથે લૂનો પણ પ્રકોપ વધશે. કેરળમાં ચોમાસુ શરૂ થયા પછી ૧૫ દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદ શરૂ થવો સંભવ છે. આ માહિતી આપતા હવામાન વિભાગ જણાવે છે કે આમ છતાં ૨૦ મે પછી ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.