Western Times News

Gujarati News

આ વર્ષે જોરદાર ઠંડી પડવાની શકયતા

નવી દિલ્હી, આ મહિનાના બીજા પખવાડીયાથી જ ઠંડી શરૂ થવાનું અનુમાન છે. હવામાન શાસ્ત્રીઓનું માનીએ તો આ વખતે સામાન્યથી વધારે ઠંડી પડશે. લોકોએ તેના માટે તૈયાર રહેવાની જરૂર છે. આ વખતે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયામાં  જોરદાર વરસાદ પડયો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં આટલો વરસાદ નથી થતો. ઓકટોબર શરૂ થઇ ગયો છે પણ વરસાદ ચાલુ છે. અલ્હાબાદ યુનિવર્સીટીના ભૂગોળ વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો. એચ. એન. મિશ્રએ જણાવ્યું  કે, આ વખતે ચોમાસાના છેલ્લા ભાગમાં જે રીતે વરસાદ થયો છે તેના કારણે ઠંડી વહેલી શરૂ થશે એટલું જ નહીં પણ જોરદાર પડશે.

એચ. એન. મિશ્ર અનુસાર આ વખતે જે રીતે વરસાદ થઇ રહ્યો છે તેના કારણે આ વખતે  ધુમ્મસ થવાની આશા ઓછી છે. જયારે અંતિમ તબક્કામાં વધારે વરસાદ પડે છે ત્યારે વાતાવરણમાંથી પ્રદુષણ ઓછું થઇ જાય છે. મિશ્રએ જણાવ્યું કે અત્યારે પડી રહેલા વરસાદના કારણે ખરીફ પાકને જેટલું નુકશાન થશે એટલો જ રવિ પાકને ફાયદો થશે. તેમણે જણાવ્યું કે ઘઉં, જવ, ચણા, વટાણા, તલ, અળસી, સરસવના પાકને આ વરસાદના પાણીનો લાભ મળશે. વધારે ઠંડી પડવાના કારણે વાતાવરણમાં ભેજ રહેશે જેના લીધે આ પાક સારા થશે. જયારે અત્યારે ખેતરમાં ઉભેલા પાકને મોટું નુકસાન થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.