Western Times News

Gujarati News

આ વર્ષે ત્રણ રીતે ફેલાઇ શકે છે મહામારી: WHO

નવી દિલ્હી, દુનિયાભરના ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો આવ્યો છે તો ઘણા દેશમાં જાેરદાર ઉછાળો જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લોકોને ચેતાવણી આપી છે અને કહ્યું કે ઝડપથી ફેલાનારા વેરિએન્ટના આવતાં આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે.

ડબ્લ્યૂએચઓના પ્રમુખ ટ્રેડોસ એડનોમ ઘેબ્રોયસસે કહ્યું કે સમય સાથે કોવિડ ૧૯ ની ગંભીરતા ઓછી થઇ જશે. આ સાથે જ તેમણે આ વર્ષે મહામારી કેવી રીતે વિકસિત થશે, તેના માટે ત્રણ સંભવિત રીત પણ સામે મુકી છે.

ડબ્લ્યૂએચઓના પ્રમુખ ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસે એક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે આપણને ખબર છે કે કોવિડ ૧૯ વાયરસ સતત વિકસિત થઇ રહ્યો છે, પરંતુ તેના કારણે થનાર બિમારીની ગંભીરતા સમય સાથે ઓછી થતી જાય છે, કારણ કે વેક્સીન અને સંક્રમણના લીધે ઇમ્યૂનિટી વધી જાય છે. તેમણે આગળ જણાવ્યું કે ઇન્યૂનિટીની નબળાઇના લીધે કોવિડ ૧૯ ના મામલે સમયાંતરે ઉછાળો અને મોતની સંખ્યામાં વૃદ્ધિ થઇ શકે છે. એવામાં નબળી વસ્તી વચ્ચે ઇમ્યૂનિટીને પ્રોત્સાહન આપવાની જરૂર પડી શકે છે.

ટ્રેડોસે આગળ કહ્યું કે આ ઉપરાંત સૌથી સારી સ્થિતિમાં આપણે જાેઇ શકીઈ છીએ કે ગંભીર રૂપ સામે આવે છે અનએ રસીના બૂસ્ટર અથવા નવા ફોર્મૂલેશનની જરૂર નહી પડે. તો બીજી તરફ સૌથી ખરાબ સ્થિતિમાં વધુ ઘાતક અને ખૂબ જ ઝડપથી ફેલાનારા કોવિડ ૧૯ વેરિએન્ટ સામે આવે છે.

આ નવા વિરૂદ્ધ રસીકરણ અથવા સંક્રમણથી બનેલી ઇમ્યૂનિટીમાં ઘટાડો થઇ જશે અથવા ઝડપથી ખતમ થઇ જશે. કોવિડ ૧૯ ના તીવ્ર તબક્કાને ખતમ કરવા માટે કેવી રીતે આગળ વધીએ? તેનો જવાબ આપતાં ડબ્લ્યૂએચઓ પ્રમુખ ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસે જણાવ્યું કે તેના માટે દુનિયાભરના તમામ દેશોને ૫ મુખ્ય ઘટકો પર ધ્યાન આપવાની જરૂર છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ઓમિક્રોન અને ડેલ્ટાનું રિકોમ્બિનેંટ વાયરસ ડેલ્ટાક્રોન ઝડપથી ફેલાય છે. આ ઉપરાંત ઓમિક્રોનના સબવેરિએન્ટ મ્છ.૨ ના કેસમાં પણ મોટાપાયે ઉછાળો જાેવા મળ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.