આ વર્ષે પહેલીવાર એક દિવસમાં ૨૭૫ દર્દીનાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Corona-1-scaled.jpg)
નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સંક્રમણના નવા કેસોમાં આ રાજ્યોની ભાગીદારી ૮૦.૫ ટકા છે. બીજી તરફ દેશમાં અત્યાર સુધીમાં કુલ ૫ કરોડથી વધુ કોવિડ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. પરંતુ કોરોના સંક્રમણના કેસો જે રીતે વધી રહ્યા છે
તેના કારણે એક્ટિવ કેસોમાં પણ ચિંતાજનક સ્તરે વધારો નોંધાઈ રહ્યો છે. હાલ દેશમાં ૩ લાખ ૬૦ હજારથી પણ વધુ એક્ટિવ કેસ છે. આ ઉપરાત મોતના આંકડા પણ વધી રહ્યા છે. ૩૦ ડિસેમ્બર બાદ પહેલીવાર ૨૭૫ દર્દીઓનાં મોત થયા છે. ૩૦ ડિસેમ્બરે કોરોના સંક્રમણને કારણે ૩૦૦ લોકોનાં મોત થયા હતા.
ભારતમાં કુલ ૫ કરોડ ૮ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૭,૨૬૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૭,૩૪,૦૫૮ થઈ ગઈ છે.