આ વર્ષે બટાકા મોંઘા વેચાશે, હોલસેલમાં ભાવ કિલોએ રૂ.રપથી ૩૦

ઉત્તર ભારતમાં બટાકાનું વાવેતર ઓછું થતાં ભાવ આસમાને પહોંચ્યા
પાલનપુર, ત્રણ વર્ષ સુધી સતત મંદી રહી એટલે ખેડૂતો કોન્ટ્રાકટ ફા‹મગ પર વળ્યા અને વાવેતર પર અસર થતાં બટાટાના ભાવો વધી ૩ વર્ષની ટોચે પહોંચી ગયા છે.
જેના લીધે ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે. અધૂરામાં પુરું યુપી અને બંગાળમાં પણ બટાટાનું વાવેતર વરસાદ અને ઠંડીના લીધે ઘટયું હોવાથી તેની અસર પણ ગુજરાતમાં જોવા મળી રહી છે જેથી આ વર્ષે બટાટા રીટેલ બજારમાં પણ મોંઘા વેચાશે. હોલસેલ માર્કેટમાં બટાટાના પ્રતિ કિલોએ રપ થી ૩૦ રૂપિયા બોલાઈ રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
ગુજરાતમાં સૌથી વધુ બટાટા પકવતા બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષે બટાટાની ખેતી ફાયદાકારક સાબિત થઈ છે. સતત છેલ્લા ૩ વર્ષથી મંદીનો માર સહન કરતા ડીસા સહિતના પંથકના ખેડૂતો માટે આ વર્ષ બટાટા બમણી આવક રળી રહ્યા છે. કારણ કે આ વખતે બટાટાના ભાવો ૩ વર્ષની ટોચે પહોંચી ગયા છે.
છેલ્લા ૩ વર્ષથી નુકશાનકારક સાબિત થતી બટાટાની ખેતીમાં આ વર્ષે ઉત્પાદન ઘટવાના લીધે ભાવો ઉંચા રહેતા ખેડૂતો, કોલ્ડસ્ટોરેજ માલિકો અને વેપારીઓ ખુશ છે. ડીસાની બજારમાં બટાટાના ભાવ પ્રતિ ર૦ કિલોએ પ૦૦ રૂપિયાથી માંડીને પપ૦ રૂપિયા સુધીના છે.
છેલ્લા પાંચ વર્ષના બટાટાના ભાવોની વાત કરીએ તો ર૦ર૦માં બટાટાના ભાવો પ્રતિ મણે પ૦૦ થી ૬૦૦ રૂપિયા હતા. આ વર્ષે ઉત્તર ભારતમાં બટાટાનું વાવેતર ખૂબ જ ઓછું થયું હોવાના લીધે બટાટાની માંગ સામે પુરવઠો ઘટતા બટાટાના ભાવો આસમાને પહોંચી ગયા છે.