આ વર્ષે ભારતમાં સોનાની માંગ વધી શકે છે: WGC
નવી દિલ્હી, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનાં એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારીનાં સંકટથી ઉગરવાની સાથે ભારતમાં ૨૦૨૧ દરમિયાન ગ્રાહકોની માંગમાં સુધારો થઇ રહ્યો છે. અને સોનાની માંગ સકારાત્મક દેખાઇ રહી છે. રિપોર્ટ મુજબ, નવેમ્બરમાં ધનતેરસનાં શરૂઆતી આંકડા મજુબ, દાગીનાની માંગમાં ઘટાડો થયો હતો. પણ તેમાં ગત વર્ષની બીજી ત્રીમાસીક (એપ્રીલ-જૂન ૨૦૨૦)નાં નીચલા સ્તર મુજબ ઘો સુધારો થયો હતો. રિપોર્ટ મુજબ, વૈશ્વિક આર્થિક વધારાનાં થોડા સમય પહેલાં તેની પૂર્ણ ક્ષમતાની સરખામણીએ થોડી સુસ્તતા જાેવા મળશે. પણ ગત કેટલાંક સમયથી સોનાનાં જે ભાવમાં સ્થિરતા રહી છે તેને કારણે ગ્રાહકોમાં ખરીદીનો અવસર વધશે.
ડબલ્યુજીસીનાં રિપોર્ટ મજુબ, ચીન જેવાં દેશોમાં આર્થિક સુધારાની સંભાવના છે. જેમ ૨૦૨૦ની શરૂઆતમાં ભારે નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો. પીટીઆઈ મુબજ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનાં ભારતનાં નિર્દેશક સોમસુંદરમ પી આરનાં જણાવ્યાં મુજબ, વર્ષ ૨૦૨૦ અભૂતપૂર્વ રૂપથી અનિશ્ચિતતા ભરેલું હતું. સામાન્ય રીતે રોકાણકારો માટે ગોલ્ડ સૌથી ઉત્તમ પ્રદર્શન કરનારી સંપત્તિઓમાંથી એક હતું. અને ઉચ્ચ જાેખમ, ઓછા વ્યાજદર અને સોનાનાં ભાવમાં સતત વધારાથી રોકાણકારો માટે આ ઉત્તમ ઓપ્શન છે. તેમણે કહ્યું કે, સર્વકાલિક ઉચ્ચ સ્તર અને પ્રમુખ વૈશ્વિક બજારોમાં લોકડાઉનને કારણે ગ્રાહકોની માંગ હજુ ઓછી છે. વર્ષ ૨૦૨૧માં આર્થિક સુધારાની સાથે જ ભારતમાં સોનાનાં ભાવ અને માંગ બંનેમાં અનુકૂળ માહોલ હશે.SSS