Western Times News

Gujarati News

આ વર્ષ ઝીરો જ રહેશે દેશની જીડીપી ગ્રોથ: નાણામંત્રી

નવીદિલ્હી, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું કહેવુ છે કે આ નાણાંકીય વર્ષમાં ભારતની જીડીપી ગ્રોથ ઝીરોની આસપાસ રહી શકે છે.એક ઇવેંટને સંબોધિત કરતા નાણાંમંત્રીએ કહ્યું કે આ વર્ષ જીડીપી ગ્રોથના શૂન્યની નજીક રહેવાનું અનુમાન છે પરંતુ આગામી વર્ષ દેશ દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થામાંથી એક રહેશે નાણાં મંત્રીનું નિવેદન એવા સમયમાં આવ્યું છે જયારે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે આ વર્ષ ભારતની જીડીપી ગ્રોથના માઇસ ૧૦.૩ ટકા રહેવાનું અનુમાન વ્યકત કર્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત દુનિયાની તેજીથી ગ્રોથ કરતી અર્થવ્યવસ્થાઓમાંથી એક હતી પરંતુ ગત વર્ષથી સ્થિતિ બદલી છે ત્યાં સુધી કે પડોસી દેશ ચીન પણ ભારતથી આગળ નિકળી ગઇ છે. ફાઇનેંશિયલ ઇયર ૨૦૧૯-૨૦માં ભારતની જીડીપી ગ્રોથ ૪.૨ ટકા પર જ રોકાઇ ગઇ હતી જયારે ચીનની ઇકોનોમીએ ૬ ટકાના દરથી ગ્રોથ કર્યો હતો આ વર્ષ પણ એક તરફ આઇએમએફે ભારતની ઇકોનમીમાં મોટા ઘટાડાની વાત કહી છે તો બીજી તરફ ચીનનો ગ્રોથ ૧.૯ ટકા રહેવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે જાે કે વૈશ્વિક સંસ્થો આગામી વર્ષ ભારતના આર્થિક ગ્રોથ ૮.૮ ટકા રહેવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. જયારે ચીનની ગ્રોથ ૮.૨ ટકા રહેશે.

અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત મળવાની વાત કરતા નાણાંમંત્રીએ કહ્યું કે એપ્રિલથી ઓગષ્ટ દરમિયાન એફડીઆઇમાં તેજી જાેવા મળી રહી છે.તેમણે કહ્યું કે આ દરમિયાન એફડીઆઇમાં ૨૦૧૯ની સરખામણીમાં ૧૩ ટકાનો વધારો જાેવા મળ્યો છે.ભારતમાં એફડીઆઇમાં આટલો જ તેજ ગ્રોથ કયારેય થયો નથી આ ઉપરાંત નાણાંમંત્રીએ પેર્ચેજિંગ મેનેજર્સ ઇડેકસમાં ઉછાળને પણ પરચેંજિંગ મેનેજર્સ ઇડેકસના મામલામાં તેમાં ૨૦૧૨ બાદ પહેલીવાર આટલી તેજી જાેવા મળી છે.તેનાથી એ સંકેત મળે છે કે સતત સુધાર થઇ રહ્યો છે અને આ બનેલ છે ત્રીજી અને ચોથી ત્રિમાસીકમાં પણ સ્થાયી સુધાર જાેવા મળશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.