Western Times News

Gujarati News

આ સમયમાં તમને કોરોનાનો ભય શા કારણે વધુ લાગ્યો?

Files Photo

સર્વેક્ષણમાં ચોકાવનારા તારણ-૧૭૧૦ લોકો પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો કે, આ સમયમાં તમને કોરોનાનો ભય શા કારણે વધુ લાગ્યો?

કોરોના વાયરસ કરતા તેના વિચારો વધારે ભયજનક છે

રાજકોટ, ક્તિ બે રીતે જીવતો હોય છે. કલ્પના અને વાસ્તવિકતામાં. વ્યક્તિ જ્યાં સુધી વાસ્તવિકતામાં જીવતો હોય છે તે માનસિક અને શારીરિક સ્વસ્થ હોય છે. કોઈપણ બાબતનો સ્વીકાર કરી શકે છે અને તેની સામે લડી શકે છે. પરંતુ જ્યારે કલ્પનામાં રહે છે અને એ પણ નિષેધક હોય તો તેની બહુ ઉંડી નિષેધક અસર પડતી હોય છે.

કોરોના વિશેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ડો. ધારા દોશી અને ડો. યોગેશ જાેગસણ દ્વારા કરવામાં આવ્યું જેમાં જાણવા મળ્યું કે, કોરોના કરતા તેની કલ્પના, તેના વિશેના ફોટાઓ, વીડિયો, મૃત્યુના આંકડા, બીમારીઓ ફેલાવતા કે રુદન કરતા સ્ટેટ્‌સ અને ભયાનક દ્રશ્યો વગેરે બાબતો વધુ ભય ફેલાવે છે.

૧૭૧૦ લોકો પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો કે, આ સમયમાં તમને કોરોનાનો ભય શા કારણે વધુ લાગ્યો? આ સર્વેમાં ૬૦% સ્ત્રીઓ અને ૪૦% પુરુષોએ ભાગ લીધો હતો. સર્વેના તારણો નીચે મુજબ છે. વિવિધ પ્લેટફોર્મ પર જે મૃત્યુના આંકડા આવતા તેણે સહુથી વધુ ભય ફેલાવ્યો.

૨૪.૩૦% એ સ્વીકાર્યું કે, જે સતત મૃત્યુના આંકડા અને તે આંકડાઓમાં જે રોજ વધારો થતોએ જાેઈ સહુથી વધુ ભય લાગ્યો. મારા પિતા સતત એમ જ રટણ કરે છે કે, હવે જે મૃત્યુના આંકડાઓ વધે છે તે જાેઈ એ એમ જ બોલે છે કે, હવે આ આંકડાઓમાં મારો સમાવેશ થશે. કેમ કે, આ આંકડાઓ રોજ વધતા જાય છે અને તેમાં ક્યારે વારો આવી જાય કોને ખબર ૨૨.૧૦% એ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયામાં નિષેધક પોસ્ટ, ફોટાઓ, સ્ટેટ્‌સ, વીડિયો જાેઈ ભય લાગતો.

ખાસ કરી, જે લોકો સ્મશાનના ફોટા, કોઈના મૃત્યુના ફોટા, કોઈની ગંભીર હાલત હોય એ ફોટા, કોઈ માતમ મનાવતું હોય એવા ફોટાઓ મુકતા ત્યારે ખૂબ ભય લાગતો. એક નર્સ સ્ટાફ જે સતત કોવિડ ડ્યુટી કરતી તેને ભય નહોતો પણ હમણાંથી જે એમ્બ્યુલન્સ ની વેઇટિંગના ફોટા અને સ્મશાનના ફોટા જાેયા એ જાેઈ બીક લાગી અને તબિયત બગડતા કોવિડ ટેસ્ટ કરાવ્યો જે પોઝીટીવ આવ્યો.

૧૯.૧૦% લોકોએ જણાવ્યું કે, જ્યારે સાંભળ્યું કે હવે હોસ્પિટલમાં બેડ નથી કે ઓક્સિજન અભાવ છે ત્યારે ભય લાગ્યોને વિચારો આવતા કે જાે આપણને કઈક થશે તો શું કરીશું? ક્યારેક ખૂબ પેનિક થઈ જવાતું જેથી મન પર નિયંત્રણ ન રહેતું. મારા મામા હોમ આઇસોલેટ છે.

તેમને ગંભીર કોરોના નથી એવું ડોકટર કહેલું પણ જ્યારથી તેમને ખબર પડી કે, હોસ્પિટલમાં બેડ ફૂલ છે અને ઓક્સિજન નથી મળતું તો ત્યારથી એને શ્વાસમાં તકલીફ પડે છે. અમે ઓક્સિજન માપી તો લેવલ બરાબર જ આવે છે પણ એ નથી સમજતા. દિવસે દિવસે છાપામાં જે શ્રદ્ધાંજલિના ફોટાઓના પેઇઝ વધતા જાય છે એ જાેઈ ૧૫.૦૭ % લોકો ભયભીત થયા. ઘણી વખત એ ફોટાઓમાં તેમને તેમના પોતાના સ્વજનો અને પોતાના મોઢા દેખાતા.

રાત્રે સ્વપ્નમાં પણ એવા ફોટા જાેઈ ગભરામણ થતી. અમારા ઘરે ન્યુઝ પેપર આવે છે. તેમાં જે શ્રદ્ધાંજલિના ફોટાઓ આવે એ જાેઈ મારો ભાઈ ખૂબ ડરે છે. સાથે મોબાઈલમાં પણ કોઈની મૃત્યુની નોંધ વાંચે તો પણ ડરી જાય છે. ઘણીવખત રાત્રે ઊંઘમાં પણ ૐશાંતિ બોલે છે અને રડવા લાગે છે. ૧૦.૦૮% એમ્બ્યુલન્સના સાયરનથી ખૂબ પેનિક થઈ જતા. ખાસ કરીને જ્યારે રાત્રે એમ્બ્યુલન્સ ના અવાજ આવતા ત્યારે ખૂબ ભય લાગતો અને આખી રાત એ અવાજ કાનમાં ગુંજતો.

આ અવાજથી બાળકો પણ ખૂબ ભયભીત થતા. મારુ બાળક રાત્રે એમ્બયુલન્સનો અવાજ સાંભળી ખૂબ ડરી જાય છે. એ બસ એક જ રટણ કરે કે તમને લોકોને તેમાં લઈ જશે તો હું શું કરીશ? ૬.૦૧% લોકોને અંતિમયાત્રાના રથની ધૂન સાંભળી ભયનો અનુભવ થયો. એ ધૂન જ્યારે જ્યારે સાંભળવામાં આવી ત્યારે આખી રાત ઊંઘ ન આવી એવા કિસ્સા પણ ધ્યાનમાં આવ્યા. જ્યારે પણ મારા ઘર પાસે અંતિમયાત્રાના રથ નીકળે તો મારા બા ને ક્યાંય ચેન પડતું નથી.

ત્યાં સુધી કે ઘરમાં જાે કોઈ ભૂલ થી કઈ ધૂન વિશે બોલે તો ખીજાય જાય અને વસ્તુ ના ઘા કરવા લાગે. અન્ય કારણો કે, જેણે લોકોને ભયભીત કર્યા એ જાેઈએ તો લોકોએ કરેલ વાત, સગા બીમાર પડ્યા તો પોતે પણ પડશે એવા વિચાર, ખોટી અફવાઓ વગેરે કારણે ૩.૩૩% લોકોને ભય અનુભવાયો.આમ જાેઈએ તો કોરોના કરતા કોરોનાના ભય દ્વારા લોકો માનસિક ગડમથલ અને માનસિક રોગના ભોગ બન્યા.

બીમારીઓ કે મહામારી કરતા તેનાં ભયને કારણે લોકોમાં કલ્પના જન્ય માંદગી વિકસિત થઇ જતી હોય છે અને તે કલ્પના જન્ય માંદગી શરીરિક બીમારીઓ જેવા જ લક્ષણો ધરાવતી હોય છે. આ બીમારીનું કારણ શરીર નહીં પણ આપણું મન હોય છે, મનમાં રહેલા આવેગિક તણાવો, સંઘર્ષ અને હતાશા વ્યક્તિને બીમાર પાડતા હોય છે પણ તેનો ઉપચાર મનોવૈજ્ઞાનિક રીતે કરવો જરૂરી હોય છે, જાે યોગ્ય કાઉન્સેલિંગ અને માવજતથી તેમની સાથે વ્યવહાર કરવામાં આવે તો આ કલ્પનાજન્ય માંદગી માંથી મુક્ત કરાવી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.