Western Times News

Gujarati News

આ સસ્તા સેન્સરથી મિનિટોમાં હાર્ટ એટેકનું નિદાન શકય બનશે

Files Photo

હાર્ટ એટેકના નિદાન માટેની અત્યારની પદ્ધતિઓમાં ઘણો સમય લાગે છે- નિષ્ણાંતોની ટીમે એવું સસ્તું સેન્સર વિકસાવ્યું છે જેની મદદથી ૩૦ મીનીટથી પણ ઓછા સમયમાં હાર્ટ એટેકનું નિદાન થશે

ન્યૂયોર્ક, નિષ્ણાંતોની ટીમે એવું સેન્સર વિકસાવ્યું છે જેની મદદથી ૩૦ મીનીટથી પણ ઓછા સમયમાં હાર્ટ એટેકનું નિદાન થઈ શકશે. અભ્યાસમાં દર્શાવ્યા અનુસાર ત્રણ જુદા જુદા પ્રકારના માઈકોરોના અથવા માઈરેનને ટાર્ગેટ કરી નવું સેન્સર હૃદયરોગના ગંભીર હુમલા અને ત્યાર પછી રકતપ્રવાહ સામાન્ય થવાની સ્થિતી અથવા લોહીનો પ્રવાહ સામાન્ય થવાની સ્થિતીમાં ઈજા વચ્ચે તફાવત સ્પષ્ટ કરે છે.

નિદાનની પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં આ પ્રક્રિયામાં લોહીની ઓછી જરૂર પડે છે. નોત્ર દેમ યુનિર્વસિટીના સુહચિયા ચેન્ગે જણાવ્યું હતું કે, “ આ સેન્સર માટે વિકસાવેલી ટેકનોલોજી પ્રોટીન આધારીત બાયોમેકર્સની તુલનામાં માઈરેના ઉપયોગના લાભ દર્શાવે છે. વધુમાં આ ડિવાઈસ સેન્સર નાનું અને ઓછું ખર્ચાળ હોવાથી તે વિકાસશીલ દેશોમાં હાર્ટ એટેક અને સંબંધી સમસ્યામાં સુધારો કરવાની વ્યાપક સંભાવના હોવાનું દર્શાવે છે.”

સેન્સરે માટે પેટન્ટની અરજી કરવામાં આવી છે અને રીસર્ચમાં નોત્ર દેશના આઈડીયા સેન્ટર સાથે એક સ્ટાર્ટઅપ કંપની શરૂ કરવાની દિશામાં કામ કરી રહયા છે. કંપની આ હૃદયરોગના હુમલાનું નિદાન કરતા આ સેન્સરનું ઉત્પાદન કરશે.
જર્નલ લેબ ઓન આ ચિપમાં પ્રકાશીત અભ્યાસ અનુસાર આરોગ્ય કર્મચારીઓને હૃદયરોગના હુમલાનું નિદાન કરતા અત્યારે ઘણા કલાકો લાગે છે.

ઈકોકાર્ડીયોગ્રામના પ્રારભંકી પરીણામ હૃદયરોગ હોવાનો સંકેત આપે છે, પણ દર્દીને હાર્ટએટેક આવ્યો હોવાની પુષ્ટિ માટે લોહીનો નમૂનો અને વિશ્લેષણ જરૂરી છે. અને આ પ્રક્રિયાને આઠ કલાક સુધીનો સમય લાગી શકે છે. અભ્યાસના મુખ્ય રીસર્ચર પિનાર ઝોલુર્ટુનાએ જણાવ્યું હતું કે, “હાર્ટ એટેકના નિદાન માટેની અત્યારની પદ્ધતિઓમાં ઘણો સમય લાગે છે. અને સાચું પરિણામ મેળવવા નિશ્ચિત સમયમાં આ પરીક્ષણ કરવું જરૂરી હોય છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.