આ સીઝનમાં સરદાર સરોવર પ્રથમવાર છલોછલ ભરાયો
નર્મદા: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલોછલ ભરાઇ ગયો આ સિઝનમાં પ્રથમવારક ડેમ સંપૂર્ણ ભરાયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૭.૯૯ મીટરે પહોંચી છે અને ગણતરીના કલાકમાં મહત્તમ ૧૩૮ મીટરે પહોંચવાની તૈયારી છે પરંતુ વિશાળ સરદાર સરોવર છલોછલ ભરાઇ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઇ નર્મદા ડેમ પર ગોઠવાઇ ગયા છે.આ સીઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચ્યો છે ત્યારે ઉપરવાસથી આવનારી પાણીની આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે
સરદાર સરોવરમાં હાલ પાણીની આવક ૫૫૨૧૩ કયુસેક છે.જયારે રિવર બેડ પાવરના છ યુનિટ સતત ચાલતા ૫૪૭૦૧ કયુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે મુખ્ય કેનાલમાં ૧૩૫૦૦ કુયસેક પાણી છોડાઇ રહ્યું છે.હાલ સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો ૫૯૩૫ મિલીયન કયુબીક મીટર થયો છે એટલે આમ ચોક્કસ કહી શકાય કે આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો ખુટે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે સરદાર સરોવર છલોછલ ભરાઇ જતાં હવે મા રેવાના નીરથી રાજયને ત્રણ વર્ષ ચાલે એટલું પાણી ભરાઇ ગયું છે ગુજરાતમાં અતિવૃષ્ટીના માહોલ વચ્ચે પણ આ એક સારા સમાચાર છે.